વિષાપહાર સ્તોત્ર ][ ૭૯
જીવ આપની અવહેલના કરે છે તે બુદ્ધિહીનોની જેમ હાથમાં આવેલા
સુવર્ણને એમ કહીને છોડી દે છે કે આ પાષાણ છે અથવા પાષાણથી
ઉત્પન્ન થયું છે. ૨૩.
दत्तस्त्रिलोक्यां पटहोऽभिभूताः
सुरासुरास्तस्य महान्स लाभः ।
मोहस्य मोहस्त्वयि को विरोद्धु –
र्मूलस्य नाशो वलवद्धिरोधः ।।२४।।
અર્થ : — હે ત્રિભુવનનાથ! ત્રણે લોકમાં વિજયનું નગારું વગાડવાથી
મોહને ઘણો મોટો વિજયલાભ થયો કારણ કે તેનાથી સુર અને અસુર બધા
અપમાનિત થયા. પરંતુ આપની સમક્ષ તે મોહ સ્વયં મૂર્ચ્છિત થઈ ગયો.
તે યોગ્ય જ છે, વિરોધીનો બળવાનની સાથે વિરોધ કરવાથી મૂળ સહિત
નાશ થાય છે. ૨૪.
मार्गस्त्वयैको ददृशे विमुक्ते –
श्चतुर्गतीनां गहनं परेण ।
सर्वं मया दृष्टमिति स्मयेन
त्वं मा कदाचिद्भुजमालुलोक ।।२५।।
અર્થ : — હે જિનેન્દ્રદેવ! આપે એક મોક્ષનો જ માર્ગ જોયો છે
અને આપનાથી ભિન્ન અન્યમતી દેવોએ ચારે ગતિનો ગહન માર્ગ જોયો
છે તેથી મેં બધું જ જોયું છે એવા અહંકારથી આપે કદી પણ આપનો
હાથ જોયો નહિ. ૨૫.
स्वर्भानुरर्कस्य हविर्भुजोऽम्भः,
कल्पान्तवातोऽम्बुनिधेर्विधातः ।
संसारभोगस्य वियोगभावो,
विपक्षपूर्वाभ्युदयास्त्वदन्ये ।।२६।।