Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 80 of 105
PDF/HTML Page 88 of 113

 

background image
૮૦ ][ પંચસ્તોત્ર
અર્થ :હે અનંત સુખધારક! રાહુ સૂર્યનો, જળ અગ્નિનો,
પ્રલયકાળનો પવન સમુદ્રનો તથા વિયોગભાવ સંસારના ભોગોનો પ્રતિપક્ષી
છે, આ પ્રમાણે કેવળ આપના સિવાય સંસારના બધા પદાર્થોનો અભ્યુદય
તેમના પ્રતિપક્ષ સહિત છે. ૨૬.
ભાવાર્થ :હે પ્રભુવર! કેવળ આપનો જ અભ્યુદય એવો છે કે
એ પ્રતિપક્ષી ભાવોથી સુરક્ષિત છે કેમકે આપના સર્વ વિભાવોનો સર્વથા
નાશ થઈ ગયો છે તેથી કેવળ આપના ભક્ત જ શાશ્વત સુખનો રસાસ્વાદ
લે છે.
अजानतस्त्वां नमतः फलं यत्,
तज्जानतोऽन्यं न तु देवतेति
हरिन्मणिं काचधियादधान
स्तं तस्य बुद्धया वहतो न रिक्तः ।।२७।।
અર્થ :હે મુનિનાથ! આપને જાણ્યા વિના (પણ) નમસ્કાર
કરનાર મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આપનાથી ભિન્ન બીજાઓને
‘દેવ’ જાણીને નમસ્કાર કરનારને પણ મળતું નથી કેમકે નીલમણિને કાચ
માનીને ધારણ કરનાર મનુષ્ય, કાચને નીલમણિ માનીને ધારણ કરનાર
મનુષ્ય કરતાં દરિદ્ર નથી. ૨૭.
प्रशस्तवाचश्चतुराः कषायै
र्दग्धस्य देवव्यवहारमाहुः
गतस्य दीपस्य हि नंदितत्वं,
दृष्टं कपालस्य च मंगलत्वम् ।।२८।।
અર્થ :હે જિનપતિ! પ્રશસ્ત વચન બોલનાર ચતુર વ્યવહારી
મનુષ્ય ક્રોધાદિકષાયોથી જલતા પુરુષને પણ દેવ શબ્દથી સંબોધે છે. આ
વ્યવહાર એવો છે જેમ ઓલવાતા દીપકને લોકો કહે છે કે દીપક વધી
ગયો અને ફૂટેલા ઘડાને કહે છે કે ઘડાનું કલ્યાણ થઈ ગયું. ૨૮.