વિષાપહાર સ્તોત્ર ][ ૮૧
नानार्थमेकार्थमदस्त्वदुक्तं,
हितं वचस्ते निशमय्य वक्तुः ।
निर्दोषतां के न विभावयन्ति,
ज्वरेण मुक्तः सुगमः स्वरेण ।।२९।।
અર્થ : — હે સ્યાદ્વાદ નાયક! જેમ કોઈનો નિરોગી સ્વર સાંભળતાં
જ ખબર પડી જાય છે કે એ જ્વર રહિત છે તેવી જ રીતે હે દેવાધિદેવ!
જુદા જુદા અર્થવાળા, એક અર્થવાળા તથા હિતકારી આપના દ્વારા
પ્રતિપાદિત વચનો સાંભળીને કયો પરીક્ષક આપના જેવા સત્યવાદીની
નિર્દોષતાનો અનુભવ ન કરે અર્થાત્ બધાં જ કરે છે. ૨૯.
न क्वापि वाञ्छा ववृते च वाकते
काले क्वचित्कोऽपि तथा नियोगः ।
न पूरयाम्यम्बुधिमित्यदंशुः
स्वयं हि शीतद्युतिरभ्युदेति ।।३०।।
અર્થ : — હે ૠષભદેવ! આ આપનો કોઈ અચિંત્ય ગુણ જ છે
કે આપની ક્યાંય કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના જ આપના વચનો
(દિવ્યધ્વનિ)ની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે, એવો કાંઈક નિયોગ જ છે.
જેમ ચન્દ્રનો ઉદય સ્વભાવથી જ થાય છે, ‘હું સમુદ્રને પૂરેપૂરો ભરી દઉં’
એવી ઇચ્છાથી ચન્દ્રનો ઉદય થતો નથી, તેવી જ રીતે આપની દિવ્યધ્વનિ
સ્વભાવથી જ ખરે છે. ૩૦.
गुणा गंभीराः परमांः प्रसन्ना
बहुप्रकाराबहवस्तबेति ।
दृष्टोयमन्तः स्तवने न तेषां
गुणो गुणानां किमतः परोस्ति ।।३१।।
અર્થ : — હે ગુણ સમુદ્ર? આપના ગુણ ગંભીર, સર્વોત્કૃષ્ટ,
સુપ્રસિદ્ધ, ભિન્ન ભિન્ન પ્રકારના અને તે ઘણા છે. સ્તુતિમાં તે ગુણોનો