૮૨ ][ પંચસ્તોત્ર
અંત દેખાતો નથી કેમ કે તે અનંત છે. જો તેમનો ક્યાંય અંત હોય તો
આપમાં જ છે. અર્થાત્ આપ સર્વગુણસંપન્ન છો, આપનામાં કોઈ ગુણની
કમી નથી. ૩૧.
स्तुत्या परं नाभिमतं हि भक्त्या
स्मृत्या प्रणत्या च ततो भजामि ।
स्मरामि देवं प्रणमामि नित्यं
केनाप्युपायेन फलं हि साध्यम् ।।३२।।
અર્થ : — હે દેવાધિદેવ! કેવળ સ્તુતિદ્વારા જ ઇચ્છિત ફળની પ્રાપ્તિ
થતી નથી પરંતુ ભક્તિ, સ્મરણ, નમસ્કારથી પણ થાય છે. તેથી હું સદૈવ
આપની ભક્તિ કરું છું, ધ્યાન કરું છું અને આપને પ્રણામ કરું છું કેમ
કે કોઈ પણ ઉપાય દ્વારા પોતાના વિભાવ ભાવો મટાડીને ઇચ્છિત ફળ સિદ્ધ
કરી લેવું જોઈએ. ૩૨.
ततस्त्रिलोकीनगराधिदेवं
नित्यं परंज्योतिरनंतशक्तिम् ।
अपुण्यपापं परपुण्यहेतुं
नमाम्यहं वन्द्यमवन्दितारम् ।।३३।।
અર્થ : — હે ગુણનિધિ! આપ અવિનાશી છો, કેવળજ્ઞાન સ્વરૂપ
જ્યોતિથી પ્રકાશમાન છો, અનંત વીર્યના ધારક છો, સ્વયં પુણ્ય – પાપ રહિત
છો છતાં પણ ભવ્યજીવોના પુણ્યના કારણ છો. આપ ઇન્દ્ર, ચક્રવર્તી બધા
દ્વારા વંદ્ય છો પરંતુ આપ કોઈને વંદન કરતા નથી. ત્રણે લોકના સ્વામી
એવા આપને હું (ધનંજય કવિ) સદૈવ નમસ્કાર કરું છું. ૩૩.
अशब्दमस्पर्शमरूपगंधं
त्वां नीरसं तद्विषयावबोधम् ।
सर्वस्य मातारममेयमन्यै –
र्जिनेन्द्रमस्मार्यमनुस्मरामि ।।३४।।