Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 83 of 105
PDF/HTML Page 91 of 113

 

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૮૩
અર્થ :હે ત્રિલોકીનાથ! આપ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને
રસરહિત છો પરંતુ તેમના વિષયના પૂર્ણ જ્ઞાતા છો. આપ સર્વને જાણો
છો પરંતુ આપને કોઈ જાણતું નથી. આપના અનંતગુણોનું સ્મરણ પણ કરી
શકાતું નથી એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું હું સદૈવ વારંવાર ચિંતવન કરું
છું. ૩૪.
अगाधमन्यैर्मनसाप्यलंध्यं
निष्किंचनं प्रार्थितमर्थवद्भिः
विश्वस्य पारं तमदृष्टपारं
पतिं जनानां शरणं व्रजामि ।।३५।।
અર્થ :હે નરનાથ! આપ ગુણોથી ગંભીર છો તેથી બીજા તે
ઊંડાણ સુધી પહોંચી શકતા નથી, મનથી આપનું ચિંતવન કરી શકાતું નથી,
પરમાણુમાત્ર પણ પરિગ્રહ આપની પાસે નથી છતાં પણ ઇન્દ્ર ચક્રવર્તી
વગેરે આપની પાસે યાચના કરે છે. (કારણ કે અનંત ચતુષ્ટયસ્વરૂપ
અંતરંગ
લક્ષ્મીથી આપ શોભી રહ્યા છો અને ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે તેનાથી
રહિત છે તેથી તેમનું યાચકપણું સ્વાભાવિક જ છે.) આપ વિશ્વના સકળ
પદાર્થોનો પાર પામ્યા છો અને બીજાને પણ પાર પહોંચાડો છો, પરંતુ
આપનો પાર કોઈ પામ્યું નથી, એવા તે જિનપતિનું હું શરણ ગ્રહું છું. ૩૫.
त्रैलोक्यदीक्षागुरवे नमस्ते
योऽवर्धमानोऽपि निजोन्नतोऽभूत्
प्राग्मण्डशैलः पुनरद्धिकल्पः
पश्चान्न मेरुः कुलपर्वतोऽभूत् ।।३६।।
અર્થ :હે ત્રિભુવનપતિ! સુમેરુ પર્વત પહેલાં ગોળ પત્થરોનો
ઢગલો, પછી નાનો પહાડ અને પછી કુલાચલ થયો નહોતો પરંતુ સ્વભાવથી
જ તે મહામેરુ હતો તેવી જ રીતે આપ ક્રમપૂર્વક ન વધતાં સ્વયં ઉન્નત
હતા. એવા ત્રણલોકના દીક્ષાગુરુ સ્વરૂપ આપને નમસ્કાર. ૩૬.