૮૪ ][ પંચસ્તોત્ર
स्वयंप्रकाशस्य दिवा निशा वा,
न बाध्यता यस्य न बाधकत्वम् ।
न लाघवं गौरवमेकरूपं
वन्दे विभुं कालकलामतीतम् ।।३७।।
અર્થ : — હે ત્રિલોકી પ્રભુ! આપ સ્વયં સતત પ્રકાશસ્વરૂપ છો તેથી
દિવસ કે રાત્રિની જેમ બાધ્ય બાધકપણું નથી, જેમને નથી લઘુતા કે નથી
ગુરુતા. તે સદૈવ એકરૂપ રહેનાર અને કાળની કળાથી રહિત અર્થાત્
અવિનાશી ત્રિલોકીનાથને હું નમસ્કાર કરું છું. ૩૭.
इति स्तुति देव विधाय दैन्या –
द्वरं न याचे त्वमुपेक्षकोऽसि ।
छायातरूं संश्रयतः स्वतः स्यात्,
कश्छायया याचितयात्मलाभः ।।३८।।
અર્થ : — હે નાથ! આ પ્રમાણે સ્તુતિ કરીને હું દીનતાપૂર્વક વરદાન
માંગતો નથી કેમકે હું જાણું છું કે આપ રાગદ્વેષરહિત છો. અથવા બરાબર
જ છે કે વૃક્ષોનો આશ્રય લેનાર પુરુષને છાંયો સ્વયં પ્રાપ્ત થઈ જાય છે
તો પછી છાંયો માગવાથી શો લાભ થાય? ૩૮.
अथास्ति दित्सा यदि वोपरोध –
स्त्वय्येव सक्तां दिश भक्तिबुद्धिम् ।
करिष्यते देव तथा कृपां मे,
को वात्मपोष्ये सुमुखो न सूरिः ।।३९।।
અર્થ : — હે સ્વામી! જો આપની કાંઈ દેવાની ઇચ્છા હોય અથવા
કાંઈ અનુગ્રહ હોય તો હું એ જ માગું છું કે આપના ચરણોમાં જ મારી
ભક્તિ રહો. મને વિશ્વાસ છે કે હે દેવ! આપ મારા ઉપર આટલી કૃપા
અવશ્ય કરશો. પોતા વડે પોષાવા યોગ્ય શિષ્ય ઉપર ક્યા વિદ્વાન પુરુષ
અનુકૂળ નથી થતા? બધા જ થાય છે. ૩૯.