વિષાપહાર સ્તોત્ર ][ ૮૫
वितरति विहिता यथा क थञ्चि –
ज्जिन विनताय मनीषितानि भक्तिः ।
त्वयि नुतिविषया पुनर्विशेषा –
िद्रशति सुखानि यशो धनं जयं च ।।४०।।
અર્થ : — હે જિનેન્દ્રદેવ! જેમ કોઈ પણ રીતે કરેલી ભક્તિ પણ
વિનયશીલ ભક્તને મનોવાંછિત ફળ આપે છે તો પછી વિશુદ્ધ પરિણામોથી
કરેલી આપની સ્તુતિ અને ભક્તિ વિશેષપણે સુખ, યશ, ધન અને વિજય
આપે છે. ૪૦.
ભાવાર્થ : — હે ભગવાન! સમ્યગ્દર્શનપૂર્વક વિશુદ્ધ પરિણામો દ્વારા
આપની સ્તુતિ કરવાથી વિશિષ્ટ સુખ, નિર્મલ યશ, ધન-વૈભવ અને વિજય
લાભ મળે છે અને અંતે સર્વોપરિ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે મહાકવિ ધનંજયકૃત વિષાપહાર સ્તોત્રની
પં. શ્રેયાંસકુમારજી શાસ્ત્રીકૃત ભાષાટીકાનો
ગુજરાતી અનુવાદ પૂરો થયો.