૬૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र जीवानां स्वाभाविकं प्रमाणं मुक्तामुक्त विभागश्चोक्त : ।
जीवा ह्यविभागैकद्रव्यत्वाल्लोकप्रमाणैकप्रदेशाः । अगुरुलघवो गुणास्तु तेषामगुरु-
लघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबन्धनस्य स्वभावस्याविभागपरिच्छेदाः प्रतिसमय-
અંશો) [ तैः अनंतैः ] તે અનંત અગુરુલઘુ(ગુણ)રૂપે [ सर्वे ] સર્વ જીવો [ परिणताः ]
પરિણત છે; [ देशैः असंख्याताः ] તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. [ स्यात् सर्वम् लोकम्
आपन्नाः ] કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે [ केचित् तु ] અને કેટલાક
[ अनापन्नाः ] અપ્રાપ્ત હોય છે. [ बहवः जीवाः ] ઘણા ( – અનંત) જીવો [ मिथ्या-
दर्शनकषाययोगयुताः ] મિથ્યાદર્શન-કષાય-યોગસહિત [ संसारिणः ] સંસારી છે [ च ]
અને ઘણા ( – અનંત જીવો) [ तैः वियुताः ] મિથ્યાદર્શન-કષાય-યોગરહિત [ सिद्धाः ]
સિદ્ધ છે.
ટીકાઃ — અહીં જીવોનું સ્વાભાવિક ૧પ્રમાણ તથા તેમનો મુક્ત ને અમુક્ત એવો
વિભાગ કહ્યો છે.
જીવો ખરેખર અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે.
તેમના ( – જીવોના) અગુરુલઘુ ૨ગુણો — અગુરુલઘુત્વ નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના
કારણભૂત સ્વભાવ તેના ૩અવિભાગ પરિચ્છેદો — પ્રતિસમય થતી ૪ષટ્સ્થાનપતિત વૃદ્ધિ-
૧. પ્રમાણ=માપ; પરિમાણ. [જીવના અગુરુલઘુત્વસ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ
પરિચ્છેદો) પાડતાં સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે, તેથી જીવ સદાય આવા
(ષટ્ગુણવૃદ્ધિહાનિયુક્ત) અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો
પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો
જેવડો છે.]
૨. ગુણ=અંશ; અવિભાગ પરિચ્છેદ. [જીવમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ જીવને
સ્વરૂપપ્રતિષ્ઠત્વના (અર્થાત્ સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. તેના અવિભાગ પરિચ્છેદોને અહીં
અગુરુલઘુ ગુણો ( – અંશો) કહ્યા છે.]
૩. કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો
(જઘન્ય માત્રારૂપ, નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ
પરિચ્છેદ કહેવામાં આવે છે.
૪. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિ=છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિ; ષટ્ગુણ વૃદ્ધિહાનિ.
[અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે ષટ્ગુણ વૃદ્ધિહાનિ થયા
કરે છે.]