एष देहमात्रत्वद्रष्टान्तोपन्यासः । હાનિવાળા અનંત છે; અને (તેમના અર્થાત્ જીવોના) પ્રદેશો — કે જેઓ અવિભાગ પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેઓ — અસંખ્ય છે. આવા તે જીવોમાં કેટલાક કથંચિત્ (કેવળસમુદ્ઘાતના કારણે) લોકપૂરણ-અવસ્થાના પ્રકાર વડે આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા મિથ્યાદર્શન-કષાય-યોગથી સહિત છે તેઓ સંસારી છે, જેઓ તેમનાથી વિમુક્ત છે (અર્થાત્ મિથ્યાદર્શન-કષાય-યોગથી રહિત છે) તેઓ સિદ્ધ છે; અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે (અર્થાત્ સંસારી તેમ જ સિદ્ધ જીવોમાંના દરેક પ્રકારના જીવો અનંત છે). ૩૧ – ૩૨.
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ पद्मरागरत्नं ] પદ્મરાગરત્ન [ क्षीरे क्षिप्तं ] દૂધમાં નાખવામાં આવ્યું થકું [ क्षीरम् प्रभासयति ] દૂધને પ્રકાશે છે, [ तथा ] તેમ [ देही ] દેહી (જીવ) [ देहस्थः ] દેહમાં રહ્યો થકો [ स्वदेहमात्रं प्रभासयति ] સ્વદેહપ્રમાણ પ્રકાશે છે.
ટીકાઃ — આ, દેહપ્રમાણપણાના *દ્રષ્ટાંતનું કથન છે (અર્થાત્ અહીં જીવનું *અહીં એ ખ્યાલમાં રાખવું કે દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંત અમુક અંશોમાં જ એકબીજા સાથે મળતાં (`