Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 256
PDF/HTML Page 102 of 296

 

૬૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यथैव हि पद्मरागरत्नं क्षीरे क्षिप्तं स्वतोऽव्यतिरिक्त प्रभास्कन्धेन तद्वयाप्नोति क्षीरं, तथैव हि जीवः अनादिकषायमलीमसत्वमूले शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशैस्तदभिव्याप्नोति शरीरम् यथैव च तत्र क्षीरेऽग्निसंयोगादुद्वलमाने तस्य पद्मरागरत्नस्य प्रभास्कन्ध उद्वलते पुनर्निविशमाने निविशते च, तथैव च तत्र शरीरे विशिष्टाहारादिवशादुत्सर्पति तस्य जीवस्य प्रदेशाः उत्सर्पन्ति पुनरपसर्पति अपसर्पन्ति च यथैव च तत्पद्मरागरत्नमन्यत्र प्रभूतक्षीरे क्षिप्तं स्वप्रभास्कन्धविस्तारेण तद्वयाप्नोति प्रभूतक्षीरं, तथैव च जीवोऽन्यत्र महति शरीरे- ऽवतिष्ठमानः स्वप्रदेशविस्तारेण तद्वयाप्नोति महच्छरीरम् यथैव च तत्पद्मरागरत्नमन्यत्र स्तोकक्षीरे निक्षिप्तं स्वप्रभास्कन्धोपसंहारेण तद्वयाप्नोति स्तोकक्षीरं, तथैव च जीवोऽन्यत्राणु- દેહપ્રમાણપણું સમજાવવા દ્રષ્ટાંત કહ્યું છે).

જેવી રીતે પદ્મરાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું પોતાથી *અવ્યતિરિક્ત પ્રભાસમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ અનાદિ કાળથી કષાય વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો સ્વપ્રદેશો વડે તે શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઊભરો આવતાં તે પદ્મરાગરત્નના પ્રભાસમૂહમાં ઊભરો આવે છે (અર્થાત્ તે વિસ્તાર પામે છે) અને દૂધ પાછું બેસી જતાં પ્રભાસમૂહ બેસી જાય છે, તેવી જ રીતે વિશિષ્ટ આહારાદિના વશે તે શરીર વધતાં તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે અને શરીર પાછું ઘટી જતાં પ્રદેશો સંકોચાઈ જાય છે. વળી જેવી રીતે તે પદ્મરાગરત્ન બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થકું સ્વપ્રભાસમૂહના વિસ્તાર વડે તે વધારે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા મોટા શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના વિસ્તાર વડે તે મોટા શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે તે પદ્મરાગરત્ન બીજા થોડા દૂધમાં નાખવામાં આવ્યું થકું સ્વપ્રભાસમૂહના સંકોચ વડે તે થોડા દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા નાના શરીરમાં સ્થિતિ *અવ્યતિરિક્ત=અભિન્ન. [જેમ ‘સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે’ એવું કોઈ સ્થળે

દ્રષ્ટાંતમાં કહ્યું હોય તો તે સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ, તેમ અહીં પણ જીવના સંકોચવિસ્તારરૂપ
દાર્ષ્ટાંતને સમજાવવા માટે રત્ન અને (
દૂધમાં ફેલાયેલી) તેની પ્રભાને જે અવ્યતિરિક્તપણું કહ્યું
છે તે સિદ્ધાંત તરીકે ન સમજવું. પુદ્ગલાત્મક રત્નને દ્રષ્ટાંત બનાવીને અસંખ્યપ્રદેશી જીવદ્રવ્યના
સંકોચવિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રભાને રત્નથી અભિન્ન કહી
છે (
અર્થાત્ રત્નની પ્રભા સંકોચવિસ્તાર પામતાં જાણે કે રત્નના અંશો જરત્ન જસંકોચવિસ્તાર
પામેલ હોય એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે).]