કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૩
शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशोपसंहारेण तद्वयाप्नोत्यणुशरीरमिति ।।३३।।
सव्वत्थ अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो ।
अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ।।३४।।
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः ।
अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ।।३४।।
अत्र जीवस्य देहाद्देहांतरेऽस्तित्वं, देहात्पृथग्भूतत्वं, देहांतरसञ्चरणकारणं चोपन्यस्तम् ।
પામ્યો થકો સ્વપ્રદેશોના સંકોચ વડે તે નાના શરીરમાં વ્યાપે છે.
ભાવાર્થઃ — ત્રણ લોક અને ત્રણ કાળનાં સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક
સમયે પ્રકાશવામાં સમર્થ એવા વિશુદ્ધ-દર્શનજ્ઞાનસ્વભાવવાળા ચૈતન્યચમત્કારમાત્ર
શુદ્ધજીવાસ્તિકાયથી વિલક્ષણ મિથ્યાત્વરાગાદિ વિકલ્પો વડે ઉપાર્જિત જે શરીરનામકર્મ
તેનાથી જનિત (અર્થાત્ તે શરીરનામકર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવા) સંકોચ-
વિસ્તારના આધીનપણે જીવ સર્વોત્કૃષ્ટ અવગાહે પરિણમતો થકો સહસ્રયોજનપ્રમાણ
મહામચ્છના શરીરમાં વ્યાપે છે, જઘન્ય અવગાહે પરિણમતો થકો ઉત્સેધ ઘનાંગુલના
અસંખ્યમા ભાગ જેવડા લબ્ધ્યપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના શરીરમાં વ્યાપે છે અને મધ્યમ
અવગાહે પરિણમતો થકો મધ્યમ શરીરોમાં વ્યાપે છે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐક્યસ્થ પણ નહિ એક છે,
જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪.
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ [ सर्वत्र ] સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરોમાં) [ अस्ति ]
છે [ च ] અને [ एककाये ] કોઈ એક શરીરમાં [ ऐक्यस्थः ] (ક્ષીરનીરવત્) એકપણે
રહ્યો હોવા છતાં [ न एकः ] તેની સાથે એક નથી; [ अध्यवसानविशिष्टः ] અધ્યવસાય-
વિશિષ્ટ વર્તતો થકો [ रजोमलैः मलिनः ] રજમળ (કર્મમળ) વડે મલિન હોવાથી [ चेष्टते ]
તે ભમે છે.
ટીકાઃ — અહીં જીવનું દેહથી દેહાંતરમાં ( – એક શરીરથી અન્ય શરીરમાં)
અસ્તિત્વ, દેહથી પૃથક્પણું અને દેહાંતરમાં ગમનનું કારણ કહેલ છે.