૬૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आत्मा हि संसारावस्थायां क्रमवर्तिन्यनवच्छिन्नशरीरसन्ताने यथैकस्मिन् शरीरे वृत्तः
तथा क्रमेणान्येष्वपि शरीरेषु वर्तत इति तस्य सर्वत्रास्तित्वम् । न चैकस्मिन् शरीरे नीरे
क्षीरमिवैक्येन स्थितोऽपि भिन्नस्वभावत्वात्तेन सहैक इति तस्य देहात्पृथग्भूतत्वम् । अनादि-
बन्धनोपाधिविवर्तितविविधाध्यवसायविशिष्टत्वात्तन्मूलकर्मजालमलीमसत्वाच्च चेष्टमानस्यात्मन-
स्तथाविधाध्यवसायकर्मनिर्वर्तितेतरशरीरप्रवेशो भवतीति तस्य देहान्तरसञ्चरणकारणोपन्यास
इति ।।३४।।
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स ।
ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ।।३५।।
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य ।
ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ।।३५।।
આત્મા સંસાર-અવસ્થામાં ક્રમવર્તી અચ્છિન્ન ( – અતૂટક) શરીરપ્રવાહને વિષે
જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે; એ રીતે તેને
સર્વત્ર ( – સર્વ શરીરોમાં) અસ્તિત્વ છે. વળી કોઈ એક શરીરમાં, પાણીમાં દૂધની
માફક એકપણે રહ્યો હોવા છતાં, ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એક (તદ્રૂપ) નથી;
એ રીતે તેને દેહથી પૃથક્પણું છે. અનાદિ બંધનરૂપ ઉપાધિથી વિવર્તન (પરિવર્તન)
પામતા વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે ( – અનેક પ્રકારના અધ્યવસાયવાળો
હોવાને લીધે) તથા તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મસમૂહથી મલિન હોવાને
લીધે ભમતા આત્માને તથાવિધ અધ્યવસાયો અને કર્મોથી રચાતા ( – તે પ્રકારનાં
મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મો અને દ્રવ્યકર્મોથી રચાતા) અન્ય શરીરમાં પ્રવેશ થાય છે;
એ રીતે તેને દેહાંતરમાં ગમન થવાનું કારણ કહેવામાં આવ્યું. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને,
તે સિદ્ધ છે — જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
અન્વયાર્થઃ — [ येषां ] જેમને [ जीवस्वभावः ] જીવસ્વભાવ ( – પ્રાણધારણરૂપ
જીવત્વ) [ न अस्ति ] નથી અને [ सर्वथा ] સર્વથા [ तस्य अभावः च ] તેનો અભાવ પણ નથી,
[ ते ] તે [ भिन्नदेहाः ] દેહરહિત [ वाग्गोचरम् अतीताः ] વચનગોચરાતીત [ सिद्धाः भवन्ति ]
સિદ્ધો (સિદ્ધભગવંતો) છે.