स्वभावस्य सर्वथाभावोऽस्ति भावप्राणधारणात्मकस्य जीवस्वभावस्य मुख्यत्वेन सद्भावात् । न च तेषां शरीरेण सह नीरक्षीरयोरिवैक्येन वृत्तिः, यतस्ते तत्सम्पर्कहेतुभूतकषाययोगविप्रयोगाद- तीतानन्तरशरीरमात्रावगाहपरिणतत्वेऽप्यत्यन्तभिन्नदेहाः । वाचां गोचरमतीतश्च तन्महिमा, यतस्ते लौकिकप्राणधारणमन्तरेण शरीरसम्बन्धमन्तरेण च परिप्राप्तनिरुपाधिस्वरूपाः सततं प्रतपन्तीति ।।३५।।
ટીકાઃ — આ, સિદ્ધોનાં (સિદ્ધભગવંતોનાં) જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યવસ્થા છે.
સિદ્ધોને ખરેખર દ્રવ્યપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવ મુખ્યપણે નથી; (તેમને) જીવસ્વભાવનો સર્વથા અભાવ પણ નથી, કારણ કે ભાવપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યપણે સદ્ભાવ છે. વળી તેમને શરીરની સાથે, નીરક્ષીરની માફક, એકપણે ૧વૃત્તિ નથી; કારણ કે શરીરસંયોગના હેતુભૂત કષાય અને યોગનો વિયોગ થયો હોવાથી તેઓ ૨અતીત અનંતર શરીરપ્રમાણ અવગાહે પરિણત હોવા છતાં અત્યંત દેહરહિત છે. વળી ૩વચનગોચરાતીત તેમનો મહિમા છે; કારણ કે લૌકિક પ્રાણના ધારણ વિના અને શરીરના સંબંધ વિના, સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલા નિરુપાધિ સ્વરૂપ વડે તેઓ સતત પ્રતપે છે ( – પ્રતાપવંત વર્તે છે). ૩૫.
૩. વચનગોચરાતીત=વચનગોચરપણાને અતિક્રમી ગયેલ; વચનવિષયાતીત; વચન-અગોચર. પં. ૯