પ્રાણો ઇન્દ્રિય, બળ, આયુ અને ઉચ્છ્વાસસ્વરૂપ છે. તેમનામાં ( – પ્રાણોમાં),*ચિત્સામાન્યરૂપ અન્વયવાળા તે ભાવપ્રાણો છે અને પુદ્ગલસામાન્યરૂપ અન્વયવાળા તેદ્રવ્યપ્રાણો છે. તે બન્ને પ્રાણોને ત્રણે કાળે અચ્છિન્ન-સંતાનપણે (અતૂટ ધારાએ) ધારતો હોવાથી સંસારીને જીવત્વ છે. મુક્તને (સિદ્ધને) તો કેવળ ભાવપ્રાણોનું જ ધારણ હોવાથી જીવત્વ છે એમ સમજવું. ૩૦.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે;
સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે;૩૧.
અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા;
મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા.૩૨.
અન્વયાર્થઃ — [ अनन्ताः अगुरुलघुकाः ] અનંત એવા જે અગુરુલઘુ (ગુણો,*જે પ્રાણોમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણો છે અર્થાત્ જે પ્રાણોમાં સદા ‘ચિત્સામાન્ય,
ચિત્સામાન્ય, ચિત્સામાન્ય’ એવી એકરૂપતા – સદ્રશતા હોય છે તે ભાવપ્રાણો છે. (જે પ્રાણોમાં સદા
‘પુદ્ગલસામાન્ય, પુદ્ગલસામાન્ય, પુદ્ગલસામાન્ય’ એવી એકરૂપતા-સદ્રશતા હોય છે તે દ્રવ્યપ્રાણો છે.)