Panchastikay Sangrah (Gujarati). Gatha: 30.

< Previous Page   Next Page >


Page 58 of 256
PDF/HTML Page 98 of 296

 

background image
૫૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं
सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ।।३०।।
प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्वम्
स जीवः प्राणाः पुनर्बलमिन्द्रियमायुरुच्छ्वासः ।।३०।।
जीवत्वगुणव्याख्येयम्
જાણ્યું? જો ત્રણે લોકને અને ત્રણે કાળને સર્વજ્ઞ વિનાના તમે જોઈ-જાણી લીધા તો તમે
જ સર્વજ્ઞ થયા, કારણ કે જે ત્રણ લોકને અને ત્રણ કાળને જાણે તે જ સર્વજ્ઞ છે. અને
જો સર્વજ્ઞ વિનાના ત્રણે લોકને અને ત્રણે કાળને તમે નથી જોઈ-જાણી લીધા તો પછી
ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં સર્વજ્ઞ નથી’ એમ તમે કઈ રીતે કહી શકો? આ રીતે
સિદ્ધ થાય છે કે તમે કરેલો સર્વજ્ઞનો નિષેધ યોગ્ય નથી.
હે ભાઈ! આત્મા એક પદાર્થ છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે; તેથી તે જ્ઞાનનો
સંપૂર્ણ વિકાસ થતાં એવું કાંઈ રહેતું નથી કે જે તે જ્ઞાનમાં અજ્ઞાત રહે. જેમ પરિપૂર્ણ
ઉષ્ણતાએ પરિણમેલો અગ્નિ સમસ્ત દાહ્યને બાળે છે, તેમ પરિપૂર્ણ જ્ઞાને પરિણમેલો આત્મા
સમસ્ત જ્ઞેયને જાણે છે. આવી સર્વજ્ઞદશા આ ક્ષેત્રે આ કાળે (અર્થાત
્ આ ક્ષેત્રે આ કાળમાં
જન્મેલા જીવને) પ્રાપ્ત નહિ થતી હોવા છતાં સર્વજ્ઞત્વશક્તિવાળા નિજ આત્માનો સ્પષ્ટ
અનુભવ આ ક્ષેત્રે આ કાળે પણ થઈ શકે છે.
આ શાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં સર્વજ્ઞસિદ્ધિનો વિસ્તાર કરવામાં આવ્યો
નથી; જિજ્ઞાસુએ તે અન્ય શાસ્ત્રોમાંથી જોઈ લેવો. ૨૯.
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. ૩૦.
અન્વયાર્થ[ यः खलु ] જે [ चतुर्भिः प्राणैः ] ચાર પ્રાણોથી [ जीवति ] જીવે છે,
[ जीविष्यति ] જીવશે અને [ जीवितः पूर्वम् ] પૂર્વે જીવતો હતો, [ सः जीवः ] તે જીવ છે;
[ पुनः प्राणाः ] અને પ્રાણો [ इन्द्रियम् ] ઇન્દ્રિય, [ बलम् ] બળ, [ आयुः ] આયુ તથા
[ उच्छ्वासः ] ઉચ્છ્વાસ છે.
ટીકાઆ, જીવત્વગુણની વ્યાખ્યા છે.