કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૭
सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च ।
विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे ।।३७।।
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च ।
विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ।।३७।।
अत्र जीवाभावो मुक्ति रिति निरस्तम् ।
द्रव्यं द्रव्यतया शाश्वतमिति, नित्ये द्रव्ये पर्यायाणां प्रतिसमयमुच्छेद इति,
द्रव्यस्य सर्वदा अभूतपर्यायैः भाव्यमिति, द्रव्यस्य सर्वदा भूतपर्यायैरभाव्यमिति, द्रव्यमन्य-
द्रव्यैः सदा शून्यमिति, द्रव्यं स्वद्रव्येण सदाऽशून्यमिति, क्वचिज्जीवद्रव्येऽनन्तं ज्ञानं
क्वचित्सान्तं ज्ञानमिति, क्वचिज्जीवद्रव्येऽनन्तं क्वचित्सान्तमज्ञानमिति — एतदन्यथानुपपद्यमानं
સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય — એ કંઈ નવ ઘટે. ૩૭.
અન્વયાર્થઃ — [ सद्भावे असति ] જો (મોક્ષમાં જીવનો) સદ્ભાવ ન હોય તો
[ शाश्वतम् ] શાશ્વત, [ अथ उच्छेदः ] નાશવંત, [ भव्यम् ] ભવ્ય ( – થવાયોગ્ય), [ अभव्यम्
च ] અભવ્ય ( – નહિ થવાયોગ્ય), [ शून्यम् ] શૂન્ય, [ इतरत् च ] અશૂન્ય, [ विज्ञानम् ]
વિજ્ઞાન અને [ अविज्ञानम् ] અવિજ્ઞાન [ न अपि युज्यते ] (જીવદ્રવ્યને વિષે ) ન જ ઘટે.
(માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.)
ટીકાઃ — અહીં, ‘જીવનો અભાવ તે મુક્તિ છે’ એ વાતનું ખંડન કર્યું છે.
(૧) દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, (૨) નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ
થાય છે, (૩) દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય ( – થવાયોગ્ય, પરિણમવાયોગ્ય) છે,
(૪) દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયોરૂપે અભાવ્ય ( – નહિ થવાયોગ્ય) છે, (૫) દ્રવ્ય અન્ય
દ્રવ્યોથી સદા શૂન્ય છે, (૬) દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે, (૭) ૧કોઈક જીવદ્રવ્યમાં
અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે, (૮) ૨કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને
૧. જે સમ્યક્ત્વથી ચ્યુત થવાનો ન હોય એવા સમ્યક્ત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે ચ્યુત થવાનો
હોય એવા સમ્યક્ત્વી જીવને સાંત જ્ઞાન છે.
૨. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય
જીવને સાંત અજ્ઞાન છે.