૭૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सुखं ज्ञानमेव चेतयन्त इति ।।३८।।
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं ।
पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ।।३९।।
सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम् ।
प्राणित्वमतिक्रान्ताः ज्ञानं विन्दन्ति ते जीवाः ।।३९।।
अत्र कः किं चेतयत इत्युक्त म् ।
चेतयन्ते अनुभवन्ति उपलभन्ते विन्दन्तीत्येकार्थाश्चेतनानुभूत्युपलब्धिवेदनानामे-
कार्थत्वात् । तत्र स्थावराः कर्मफलं चेतयन्ते, त्रसाः कार्यं चेतयन्ते, केवलज्ञानिनो
નિર્જરી ગયું છે અને અત્યંત ૧કૃતકૃત્યપણું થયું છે (અર્થાત્ કાંઈ કરવાનું લેશમાત્ર
પણ રહ્યું નથી). ૩૮.
વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે,
પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
અન્વયાર્થઃ — [ सर्वे स्थावरकायाः ] સર્વ સ્થાવર જીવસમૂહો [ खलु ] ખરેખર
[ कर्मफलं ] કર્મફળને વેદે છે, [ त्रसाः ] ત્રસો [ हि ] ખરેખર [ कार्ययुतम् ] કાર્યસહિત
કર્મફળને વેદે છે અને [ प्राणित्वम् अतिक्रान्ताः ] જે પ્રાણિત્વને ( – પ્રાણોને) અતિક્રમી
ગયા છે [ ते जीवाः ] તે જીવો [ ज्ञानं ] જ્ઞાનને [ विन्दन्ति ] વેદે છે.
ટીકાઃ — અહીં, કોણ શું ચેતે છે (અર્થાત્ કયા જીવને કઈ ચેતના હોય છે)
તે કહ્યું છે.
ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે — એ એકાર્થ છે (અર્થાત્
એ બધા શબ્દો એક અર્થવાળા છે), કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને
વેદનાનો એક અર્થ છે. ત્યાં, સ્થાવરો કર્મફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે,
૧. કૃતકૃત્ય=કૃતકાર્ય. [પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ અત્યંત કૃતકાર્ય છે તેથી, જોકે તેમને અનંત વીર્ય
પ્રગટ થયું છે તોપણ, તેમનું વીર્ય કાર્યચેતનાને (કર્મચેતનાને) રચતું નથી, (વળી વિકારી સુખદુઃખ
વિનષ્ટ થયાં હોવાથી તેમનું વીર્ય કર્મફળચેતનાને પણ રચતું નથી,) જ્ઞાનચેતનાને જ રચે છે.]