द्रव्यस्य गुणेभ्यो भेदे, गुणानां च द्रव्याद्भेदे दोषोपन्यासोऽयम् । બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને એકકાળપણું છે, બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક ( – મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને ક્રમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા છતાં પણ, *વિશ્વરૂપ કહેવાય છે. ૪૩.
અન્વયાર્થઃ — [ यदि ] જો [ द्रव्यं ] દ્રવ્ય [ गुणतः ] ગુણથી [ अन्यत् च भवति ] અન્ય ( – ભિન્ન) હોય [ गुणाः च ] અને ગુણો [ द्रव्यतः अन्ये ] દ્રવ્યથી અન્ય હોય તો [ द्रव्यानन्त्यम् ] દ્રવ્યની અનંતતા થાય [ अथवा ] અથવા [ द्रव्याभावं ] દ્રવ્યનો અભાવ [ प्रकुर्वन्ति ] થાય.
ટીકાઃ — દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે તેનું આ કથન છે. *વિશ્વરૂપ=અનેકરૂપ. [એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર