गुणा हि क्वचिदाश्रिताः । यत्राश्रितास्तर्द्दरव्यम् । तच्चेदन्यद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः । यत्राश्रितास्तर्द्दरव्यम् । तदपि अन्यच्चेद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः । यत्राश्रिताः तर्द्दरव्यम् । तदप्यन्यदेव गुणेभ्यः । एवं द्रव्यस्य गुणेभ्यो भेदे भवति द्रव्यानन्त्यम् । द्रव्यं हि गुणानां समुदायः । गुणाश्चेदन्ये समुदायात्, को नाम समुदायः । एवं गुणानां द्रव्याद्भेदे भवति द्रव्याभाव इति ।।४४।।
ગુણો ખરેખર કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે ( – દ્રવ્ય) જો ગુણોથી અન્ય ( – ભિન્ન) હોય તો — ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે જો ગુણોથી અન્ય હોય તો — ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે પણ ગુણોથી અન્ય જ હોય...એ પ્રમાણે, જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનું અનંતપણું થાય.
ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો? (અર્થાત્ જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય ક્યાંથી ઘટે? એટલે કે દ્રવ્ય જ ક્યાંથી ઘટે?) એ પ્રમાણે, જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનો અભાવ થાય. ૪૪.
અન્વયાર્થઃ — [ द्रव्यगुणानाम् ] દ્રવ્ય અને ગુણોને [ अविभक्तम् अनन्यत्वम् ] અવિભક્તપણારૂપ અનન્યપણું છે; [ निश्चयज्ञाः हि ] નિશ્ચયના જાણનારાઓ [ तेषाम् ] તેમને [ विभक्तम् अन्यत्वम् ] વિભક્તપણારૂપ અન્યપણું [ वा ] કે [ तद्विपरीतं ] (વિભક્તપણારૂપ) અનન્યપણું [ न इच्छन्ति ] માનતા નથી.