अविभक्त प्रदेशत्वलक्षणं द्रव्यगुणानामनन्यत्वमभ्युपगम्यते । विभक्त प्रदेशत्वलक्षणं त्वन्यत्वमनन्यत्वं च नाभ्युपगम्यते । तथाहि — यथैकस्य परमाणोरेकेनात्मप्रदेशेन सहाविभक्त - त्वादनन्यत्वं, तथैकस्य परमाणोस्तद्वर्तिनां स्पर्शरसगन्धवर्णादिगुणानां चाविभक्त प्रदेशत्वाद- नन्यत्वम् । यथा त्वत्यन्तविप्रकृष्टयोः सह्यविन्ध्ययोरत्यन्तसन्निकृष्टयोश्च मिश्रितयोस्तोयपयसो- र्विभक्त प्रदेशत्वलक्षणमन्यत्वमनन्यत्वं च, न तथा द्रव्यगुणानां विभक्त प्रदेशत्वाभावादन्यत्व- मनन्यत्वं चेति ।।४५।।
અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે).
દ્રવ્ય અને ગુણોને *અવિભક્તપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે; પરંતુ વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું તથા (વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ — જેમ એક પરમાણુને એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, તેમ એક પરમાણુને અને તેમાં રહેલા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણોને અવિભક્ત પ્રદેશો હોવાથી (અવિભક્ત- પ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું છે; પરંતુ જેમ અત્યંત દૂર એવા ૧સહ્ય અને વિંધ્યને વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે તથા અત્યંત નિકટ એવાં મિશ્રિત ૨ક્ષીર-નીરને વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે, તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહિ હોવાથી (વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અન્યપણું તથા (વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું નથી. ૪૫.
અભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે.) ૧. અત્યંત દૂર રહેલા સહ્ય અને વિંધ્ય નામના પર્વતોને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે. ૨. અત્યંત નજીક રહેલાં મિશ્રિત દૂધ-જળને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને