Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 256
PDF/HTML Page 121 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૧
व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः
ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यन्ते ।।४६।।
व्यपदेशादीनामेकान्तेन द्रव्यगुणान्यत्वनिबन्धनत्वमत्र प्रत्याख्यातम्
यथा देवदत्तस्य गौरित्यन्यत्वे षष्ठीव्यपदेशः, तथा वृक्षस्य शाखा द्रव्यस्य
गुणा इत्यनन्यत्वेऽपि यथा देवदत्तः फलमङ्कुशेन धनदत्ताय वृक्षाद्वाटिकायाम-
वचिनोतीत्यन्यत्वे कारकव्यपदेशः, तथा मृत्तिका घटभावं स्वयं स्वेन स्वस्मै स्वस्मात
स्वस्मिन् करोतीत्यात्मात्मानमात्मनात्मने आत्मन आत्मनि जानातीत्यनन्यत्वेऽपि यथा
प्रांशोर्देवदत्तस्य प्रांशुर्गौरित्यन्यत्वे संस्थानं, तथा प्रांशोर्वृक्षस्य प्रांशुः शाखाभरो मूर्तद्रव्यस्य
मूर्ता गुणा इत्यनन्यत्वेऽपि
यथैकस्य देवदत्तस्य दश गाव इत्यन्यत्वे संख्या, तथैकस्य
અન્વયાર્થ[ व्यपदेशाः ] વ્યપદેશો, [ संस्थानानि ] સંસ્થાનો, [ संख्याः ] સંખ્યાઓ
[ च ] અને [ विषयाः ] વિષયો [ ते बहुकाः भवन्ति ] ઘણાં હોય છે. [ ते ] તે (વ્યપદેશ
વગેરે), [ तेषाम् ] દ્રવ્ય-ગુણોના [ अन्यत्वे ] અન્યપણામાં [ अनन्यत्वे च अपि ] તેમ જ
અનન્યપણામાં પણ [ विद्यन्ते ] હોઈ શકે છે.
ટીકાઅહીં *વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય-ગુણોના અન્યપણાનું કારણ હોવાનું
ખંડન કર્યું છે.
જેવી રીતે ‘દેવદત્તની ગાય’ એમ અન્યપણામાં ષષ્ઠીવ્યપદેશ (છઠ્ઠી વિભક્તિનું
કથન) હોય છે, તેવી રીતે ‘વૃક્ષની શાખાઓ’, ‘દ્રવ્યના ગુણો’ એમ અનન્યપણામાં પણ
(ષષ્ઠીવ્યપદેશ) હોય છે. જેવી રીતે ‘દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ
પરથી વાડીમાં તોડે છે’ એમ અન્યપણામાં કારકવ્યપદેશ હોય છે, તેવી રીતે ‘માટી
પોતે ઘટભાવને (ઘડારૂપ પરિણામને) પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે
છે’, ‘આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે
એમ અનન્યપણામાં પણ (કારકવ્યપદેશ) હોય છે. જેવી રીતે ‘ઊંચા દેવદત્તની ઊંચી
ગાય’ એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે ‘વિશાળ વૃક્ષનો વિશાળ
શાખાસમુદાય’, ‘મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો’ એમ અનન્યપણામાં પણ (સંસ્થાન) હોય છે.
*વ્યપદેશ = કથન; અભિધાન. (આ ગાથામાં એમ સમજાવ્યું છે કેજ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ
વગેરે ઘટે એવું કાંઈ નથી; જ્યાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. માટે દ્રવ્ય-ગુણોમાં જે વ્યપદેશ
વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય-ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી.)
પં. ૧૧