यथा धनं भिन्नास्तित्वनिर्वृत्तं भिन्नास्तित्वनिर्वृत्तस्य, भिन्नसंस्थानं भिन्नसंस्था- જેવી રીતે ‘એક દેવદત્તની દસ ગાયો’ એમ અન્યપણામાં સંખ્યા હોય છે, તેવી રીતે ‘એક વૃક્ષની દશ શાખાઓ’, ‘એક દ્રવ્યના અનંત ગુણો’ એમ અનન્યપણામાં પણ (સંખ્યા) હોય છે. જેવી રીતે ‘વાડામાં ગાયો’ એમ અન્યપણામાં વિષય ( – આધાર) હોય છે, તેવી રીતે ‘વૃક્ષમાં શાખાઓ’, ‘દ્રવ્યમાં ગુણો’ એમ અનન્યપણામાં પણ (વિષય) હોય છે. માટે (એમ સમજવું કે) વ્યપદેશ વગેરે, દ્રવ્ય-ગુણોમાં વસ્તુપણે ભેદ સિદ્ધ કરતા નથી. ૪૬.
અન્વયાર્થઃ — [ यथा ] જેવી રીતે [ धनं ] ધન [ च ] અને [ ज्ञानं ] જ્ઞાન [ धनिनं ] (પુરુષને) ‘ધની’ [ च ] અને [ ज्ञानिनं ] ‘જ્ઞાની’ [ करोति ] કરે છે — [ द्विविधाभ्याम् भणन्ति ] એમ બે પ્રકારે કહેવામાં આવે છે, [ तथा ] તેવી રીતે [ तत्त्वज्ञाः ] તત્ત્વજ્ઞો [ पृथक्त्वम् ] પૃથક્ત્વ [ च अपि ] તેમ જ [ एकत्वम् ] એકત્વને કહે છે.
જેવી રીતે (૧) ભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) ભિન્ન સંસ્થાનવાળું, (૩) ભિન્ન સંખ્યાવાળું અને (૪) ભિન્ન વિષયમાં રહેલું એવું ધન (૧) ભિન્ન