पुरुषस्य धनीति व्यपदेशं पृथक्त्वप्रकारेण कुरुते, यथा च ज्ञानमभिन्नास्तित्व-
निर्वृत्तमभिन्नास्तित्वनिर्वृत्तस्याभिन्नसंस्थानमभिन्नसंस्थानस्याभिन्नसंख्यमभिन्नसंख्यस्याभिन्न-
विषयलब्धवृत्तिकमभिन्नविषयलब्धवृत्तिकस्य पुरुषस्य ज्ञानीति व्यपदेशमेकत्वप्रकारेण
कुरुते; तथान्यत्रापि । यत्र द्रव्यस्य भेदेन व्यपदेशादिः तत्र पृथक्त्वं, यत्राभेदेन
અસ્તિત્વથી રચાયેલા, (૨) ભિન્ન સંસ્થાનવાળા, (૩) ભિન્ન સંખ્યાવાળા અને (૪) ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ‘ધની’ એવો વ્યપદેશ પૃથક્ત્વપ્રકારથી કરે છે, તથા જેવી રીતે (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) અભિન્ન સંસ્થાનવાળું, (૩) અભિન્ન સંખ્યાવાળું અને (૪) અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, (૨) અભિન્ન સંસ્થાનવાળા, (૩) અભિન્ન સંખ્યાવાળા અને (૩) અભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ‘જ્ઞાની’ એવો વ્યપદેશ એકત્વપ્રકારથી કરે છે, તેવી રીતે અન્યત્ર પણ સમજવું. જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથક્ત્વ છે, જ્યાં (દ્રવ્યના) અભેદથી (વ્યપદેશ વગેરે) હોય ત્યાં એકત્વ છે. ૪૭.
અન્વયાર્થઃ — [ ज्ञानी ] જો જ્ઞાની ( – આત્મા) [ च ] અને [ ज्ञानं ] જ્ઞાન [ सदा ] સદા [ अन्योऽन्यस्य ] પરસ્પર [ अर्थान्तरिते तु ] અર્થાંતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો [ द्वयोः ] બન્નેને [ अचेतनत्वं प्रसजति ] અચેતનપણાનો પ્રસંગ આવે — [ सम्यग् जिनावमतम् ] કે જે જિનોને સમ્યક્ પ્રકારે અસંમત છે.