Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 256
PDF/HTML Page 124 of 296

 

૮૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यगुणानामर्थान्तरभूतत्वे दोषोऽयम्
ज्ञानी ज्ञानाद्यद्यर्थान्तरभूतस्तदा स्वकरणांशमन्तरेण परशुरहितदेवदत्तवत्करणव्यापारा-

समर्थत्वादचेतयमानोऽचेतन एव स्यात ज्ञानञ्च यदि ज्ञानिनोऽर्थान्तरभूतं तदा तत्कर्त्रंशमन्तरेण देवदत्तरहितपरशुवत्तत्कर्तृत्वव्यापारासमर्थत्वादचेतयमानमचेतनमेव स्यात च ज्ञानज्ञानिनोर्युतसिद्धयोस्संयोगेन चेतनत्वं द्रव्यस्य निर्विशेषस्य गुणानां निराश्रयाणां शून्यत्वादिति ।।४८।।

ટીકાદ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ (નીચે પ્રમાણે) દોષ આવે.

જો જ્ઞાની (આત્મા) જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો (આત્મા) પોતાના કરણ- અંશ વિના, કુહાડી વિનાના દેવદત્તની માફક, કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતો (જાણતો) થકો અચેતન જ હોય. અને જો જ્ઞાન જ્ઞાનીથી (આત્માથી) અર્થાંતરભૂત હોય તો જ્ઞાન તેના કર્તૃ-અંશ વિના, દેવદત્ત વિનાની કુહાડીની માફક, તેના કર્તાનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતું ( જાણતું) થકું અચેતન જ હોય. વળી યુતસિદ્ધ એવાં જ્ઞાન અને જ્ઞાનીને (જ્ઞાન અને આત્માને) સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને નિરાશ્રય ગુણો શૂન્ય હોય. ૪૮. ૧. કરણનો વ્યાપાર = સાધનનું કાર્ય. [આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન

જ હોય તો આત્મા સાધનનો વ્યાપાર અર્થાત્ જ્ઞાનનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે
નહિ તેથી આત્માને અચેતનપણું આવે.]

૨. કર્તાનો વ્યાપાર = કર્તાનું કાર્ય. [જ્ઞાન કરણ છે અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન

જ હોય તો જ્ઞાન કર્તાનો વ્યાપાર અર્થાત્ આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે
નહિ તેથી જ્ઞાનને અચેતનપણું આવે.]

૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલ; સમવાયથીસંયોગથી સિદ્ધ થયેલ. [જેમ લાકડી અને માણસ જુદાં

હોવા છતાં લાકડીના યોગથી માણસ ‘લાકડીવાળો’ થાય છે તેમ જ્ઞાન અને આત્મા જુદાં હોવા
છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા ‘જ્ઞાનવાળો (જ્ઞાની)’ થાય છે એમ પણ નથી. લાકડી અને
માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જુદાં હોય જ ક્યાંથી? વિશેષ રહિત દ્રવ્ય હોઈ શકે જ
નહિ, તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહિ, તેથી આત્મા
વિના જ્ઞાન કેવું? માટે ‘લાકડી’ અને ‘લાકડીવાળા’ની માફક ‘જ્ઞાન’ અને ‘જ્ઞાની’નું યુતસિદ્ધપણું
ઘટતું નથી.]