स खलु ज्ञानसमवायात्पूर्वं किं ज्ञानी किमज्ञानी ? यदि ज्ञानी तदा ज्ञानसमवायो निष्फलः । अथाज्ञानी तदा किमज्ञानसमवायात्, किमज्ञानेन सहैकत्वात् ? न तावद- ज्ञानसमवायात्; अज्ञानिनो ह्यज्ञानसमवायो निष्फलः, ज्ञानित्वं तु ज्ञानसमवाया- भावान्नास्त्येव । ततोऽज्ञानीति वचनमज्ञानेन सहैकत्वमवश्यं साधयत्येव । सिद्धे
અન્વયાર્થઃ — [ ज्ञानतः अर्थान्तरितः तु ] જ્ઞાનથી અર્થાંતરભૂત [ सः ] એવો તે ( – આત્મા) [ समवायात् ] સમવાયથી [ ज्ञानी ] જ્ઞાની થાય છે [ न हि ] એમ ખરેખર નથી. [ अज्ञानी ] ‘અજ્ઞાની’ [ इति च वचनम् ] એવું વચન [ एकत्वप्रसाधकं भवति ] (ગુણ-ગુણીના) એકત્વને સિદ્ધ કરે છે.
જ્ઞાનથી અર્થાંતરભૂત આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થાય છે એમ માનવું ખરેખર યોગ્ય નથી. (આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થતો માનવામાં આવે તો અમે પૂછીએ છીએ કે) તે ( – આત્મા) જ્ઞાનનો સમવાય થયા પહેલાં ખરેખર જ્ઞાની છે કે અજ્ઞાની? જો જ્ઞાની છે (એમ કહેવામાં આવે) તો જ્ઞાનનો સમવાય નિષ્ફળ છે. હવે જો અજ્ઞાની છે (એમ કહેવામાં આવે) તો (પૂછીએ છીએ કે) અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની છે કે અજ્ઞાનની સાથે એકત્વથી અજ્ઞાની છે? પ્રથમ, અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની હોઈ શકે નહિ; કારણ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમવાય નિષ્ફળ છે અને જ્ઞાનીપણું તો જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી છે જ નહિ. માટે ‘અજ્ઞાની’ એવું