૮૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चैवमज्ञानेन सहैकत्वे ज्ञानेनापि सहैकत्वमवश्यं सिध्यतीति ।।४९।।
समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य ।
तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिद्दिट्ठा ।।५०।।
समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च ।
तस्माद्द्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ।।५०।।
समवायस्य पदार्थान्तरत्वनिरासोऽयम् ।
વચન અજ્ઞાનની સાથે એકત્વને અવશ્ય સિદ્ધ કરે છે જ. અને એ રીતે અજ્ઞાનની સાથે
એકત્વ સિદ્ધ થતાં જ્ઞાનની સાથે પણ એકત્વ અવશ્ય સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ — આત્માને અને જ્ઞાનને એકત્વ છે એમ અહીં યુક્તિથી સમજાવ્યું છે.
પ્રશ્નઃ — છદ્મસ્થદશામાં જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે અને કેવળીદશામાં
તો પરિપૂર્ણ જ્ઞાન — કેવળજ્ઞાન થાય છે; માટે ત્યાં તો કેવળીભગવાનને જ્ઞાનનો સમવાય
( – કેવળજ્ઞાનનો સંયોગ) થયો ને?
ઉત્તરઃ — ના, એમ નથી. જીવને અને જ્ઞાનગુણને સદાય એકત્વ છે, અભિન્નતા
છે. છદ્મસ્થદશામાં પણ તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે કેવળજ્ઞાન હોય છે.
કેવળીદશામાં, તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે રહેલું કેવળજ્ઞાન વ્યક્ત થાય છે;
કેવળજ્ઞાન ક્યાંય બહારથી આવીને કેવળીભગવાનના આત્મા સાથે સમવાય પામે છે
એમ નથી. છદ્મસ્થદશામાં અને કેવળીદશામાં જે જ્ઞાનનો તફાવત જણાય છે તે માત્ર
શક્તિ-વ્યક્તિરૂપ તફાવત સમજવો. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે;
તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
અન્વયાર્થઃ — [ समवर्तित्वं समवायः ] સમવર્તીપણું તે સમવાય છે; [ अपृथग्भूतत्वम् ]
તે જ, અપૃથક્પણું [ च ] અને [ अयुतसिद्धत्वम् ] અયુતસિદ્ધપણું છે. [ तस्मात् ] તેથી
[ द्रव्यगुणानाम् ] દ્રવ્ય અને ગુણોની [ अयुता सिद्धिः इति ] અયુતસિદ્ધિ [ निर्दिष्टा ]
(જિનોએ) કહી છે.
ટીકાઃ — આ, સમવાયને વિષે પદાર્થાંતરપણું હોવાનું નિરાકરણ (ખંડન) છે.