द्रव्यगुणानामेकास्तित्वनिर्वृत्तित्वादनादिरनिधना सहवृत्तिर्हि समवर्तित्वम्; स एव समवायो जैनानाम्; तदेव संज्ञादिभ्यो भेदेऽपि वस्तुत्वेनाभेदादपृथग्भूतत्वम्; तदेव युतसिद्धिनिबन्धनस्यास्तित्वान्तरस्याभावादयुतसिद्धत्वम् । ततो द्रव्यगुणानां समवर्तित्वलक्षण- समवायभाजामयुतसिद्धिरेव, न पृथग्भूतत्वमिति ।।५०।।
દ્રવ્ય અને ગુણો એક અસ્તિત્વથી રચાયાં હોવાથી તેમની જે અનાદિ-અનંત સહવૃત્તિ ( – સાથે રહેવાપણું) તે ખરેખર સમવર્તીપણું છે; તે જ, જૈનોના મતમાં સમવાય છે; તે જ, સંજ્ઞાદિથી ભેદ હોવા છતાં ( – દ્રવ્ય અને ગુણોને સંજ્ઞા-લક્ષણ- પ્રયોજન વગેરેની અપેક્ષાએ ભેદ હોવા છતાં) વસ્તુપણે અભેદ હોવાથી અપૃથક્પણું છે. તે જ, યુતસિદ્ધિના કારણભૂત *અસ્તિત્વાંતરનો અભાવ હોવાથી અયુતસિદ્ધપણું છે. તેથી ૧સમવર્તિત્વસ્વરૂપ સમવાયવાળાં દ્રવ્ય અને ગુણોને અયુતસિદ્ધિ જ છે, પૃથક્પણું નથી. ૫૦.
*અસ્તિત્વાંતર = ભિન્ન અસ્તિત્વ. [યુતસિદ્ધિનું કારણ ભિન્ન ભિન્ન અસ્તિત્વો છે. લાકડી અને લાકડીવાળાની માફક ગુણ અને દ્રવ્યનાં અસ્તિત્વો કદીયે ભિન્ન નહિ હોવાથી તેમને યુતસિદ્ધપણું હોઈ શકે નહિ.] ૧. સમવાયનું સ્વરૂપ સમવર્તીપણું અર્થાત્ અનાદિ-અનંત સહવૃત્તિ છે. દ્રવ્ય અને ગુણોને આવો સમવાય