૮૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वर्णरसगन्धस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः ।
द्रव्याच्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ।।५१।।
दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते ।
व्यपदेशतः पृथक्त्वं कुरुतः हि नो स्वभावात् ।।५२।।
द्रष्टान्तदार्ष्टान्तिकार्थपुरस्सरो द्रव्यगुणानामनर्थान्तरत्वव्याख्योपसंहारोऽयम् ।
वर्णरसगन्धस्पर्शा हि परमाणोः प्ररूप्यन्ते; ते च परमाणोरविभक्त प्रदेशत्वेनानन्येऽपि
संज्ञादिव्यपदेशनिबन्धनैर्विशेषैरन्यत्वं प्रकाशयन्ति । एवं ज्ञानदर्शने अप्यात्मनि सम्बद्धे
आत्मद्रव्यादविभक्त प्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबन्धनैर्विशेषैः पृथक्त्वमासादयतः,
स्वभावतस्तु नित्यमपृथक्त्वमेव बिभ्रतः ।।५१ – ५२।।
— इति उपयोगगुणव्याख्यानं समाप्तम् ।
અન્વયાર્થઃ — [ परमाणुप्ररूपिताः ] પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં [ वर्णरस-
गन्धस्पर्शाः ] વર્ણ-રસ-ગંધ-સ્પર્શ [ द्रव्यात् अनन्याः च ] દ્રવ્યથી અનન્ય વર્તતાં થકાં [ विशेषैः ]
(વ્યપદેશના કારણભૂત) વિશેષો વડે [ अन्यत्वप्रकाशकाः भवन्ति ] અન્યત્વને પ્રકાશનારાં થાય
છે ( – સ્વભાવથી અન્યરૂપ નથી); [ तथा ] એવી રીતે [ जीवनिबद्धे ] જીવને વિષે સંબદ્ધ એવાં
[ दर्शनज्ञाने ] દર્શન-જ્ઞાન [ अनन्यभूते ] (જીવદ્રવ્યથી) અનન્ય વર્તતાં થકાં [ व्यपदेशतः ] વ્યપદેશ
દ્વારા [ पृथक्त्वं कुरुतः हि ] પૃથક્પણાને કરે છે, [ नो स्वभावात् ] સ્વભાવથી નહિ.
ટીકાઃ — દ્રષ્ટાંતરૂપ અને *દાર્ષ્ટાંતરૂપ પદાર્થપૂર્વક, દ્રવ્ય અને ગુણોના અભિન્ન-
પદાર્થપણાના વ્યાખ્યાનનો આ ઉપસંહાર છે.
વર્ણ-રસ-ગંધ-સ્પર્શ ખરેખર પરમાણુને વિષે પ્રરૂપવામાં આવે છે; તેઓ
પરમાણુથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના
કારણભૂત વિશેષો વડે અન્યત્વને પ્રકાશે છે. એવી રીતે આત્માને વિષે સંબદ્ધ જ્ઞાન-
દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ
વ્યપદેશના કારણભૂત વિશેષો વડે પૃથક્પણાને પામે છે, પરંતુ સ્વભાવથી સદા
અપૃથક્પણાને જ ધારે છે. ૫૧ – ૫૨.
આ રીતે ઉપયોગગુણનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
*દાર્ષ્ટાંત = દ્રષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. (અહીં પરમાણુ ને વર્ણાદિક દ્રષ્ટાંતરૂપ
પદાર્થો છે તથા જીવ ને જ્ઞાનાદિક દાર્ષ્ટાંતરૂપ પદાર્થો છે.)