કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૮૯
अथ कर्तृत्वगुणव्याख्यानम् । तत्रादिगाथात्रयेण तदुपोद्घातः —
जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो ।
सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ।।५३।।
जीवा अनादिनिधनाः सान्ता अनन्ताश्च जीवभावात् ।
सद्भावतोऽनन्ताः पञ्̄चाग्रगुणप्रधानाः च ।।५३।।
जीवा हि निश्चयेन परभावानामकरणात्स्वभावानां कर्तारो भविष्यन्ति । तांश्च
कुर्वाणाः किमनादिनिधनाः, किं सादिसनिधनाः, किं साद्यनिधनाः, किं तदाकारेण
परिणताः, किमपरिणताः भविष्यन्तीत्याशङ्कयेदमुक्त म् ।
जीवा हि सहजचैतन्यलक्षणपारिणामिकभावेनानादिनिधनाः । त एवौदयिक-
હવે કર્તૃત્વગુણનું વ્યાખ્યાન છે. તેમાં, શરૂઆતની ત્રણ ગાથાઓથી તેનો ઉપોદ્ઘાત
કરવામાં આવે છે.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩.
અન્વયાર્થઃ — [ जीवाः ] જીવો [ अनादिनिधनाः ] (પારિણામિકભાવથી) અનાદિ-
અનંત છે, [ सान्ताः ] (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે [ च ] અને [ जीवभावात्
अनन्ताः ] જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત
છે) [ सद्भावतः अनन्ताः ] કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. [ पञ्चाग्रगुणप्रधानाः
च ] તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.
ટીકાઃ — નિશ્ચયથી પર-ભાવોનું કરવાપણું નહિ હોવાથી જીવો સ્વ-ભાવોના કર્તા હોય
છે; અને તેમને ( – પોતાના ભાવોને) કરતા થકા, શું તેઓ અનાદિ-અનંત છે? શું સાદિ-
સાંત છે? શું સાદિ-અનંત છે? શું તદાકારે (તે-રૂપે) પરિણત છે? શું (તદાકારે) અપરિણત
છે? — એમ આશંકા કરીને આ કહેવામાં આવ્યું છે (અર્થાત્ તે આશંકાઓના સમાધાનરૂપે
આ ગાથા કહેવામાં આવી છે).
જીવો ખરેખર *સહજચૈતન્યલક્ષણ પારિણામિક ભાવથી અનાદિ-અનંત છે. તેઓ
* જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ સહજ-ચૈતન્ય છે. આ પારિણામિક ભાવ અનાદિ-
અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે.
પં. ૧૨