नोपपद्यन्त इति वक्त व्यम्; ते खल्वनादिकर्ममलीमसाः पङ्कसम्पृक्त तोयवत्तदाकारेण परिणत-
त्वात्पञ्चप्रधानगुणप्रधानत्वेनैवानुभूयन्त इति ।।५३।।
જ ઔદયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવોથી સાદિ-સાંત છે. તેઓ જ ક્ષાયિક ભાવથી સાદિ-અનંત છે.
‘ક્ષાયિક ભાવ સાદિ હોવાથી તે સાંત હશે’ એવી આશંકા કરવી યોગ્ય નથી. (કારણ આ પ્રમાણે છેઃ — ) તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતાં પ્રવર્તતો થકો, સિદ્ધભાવની માફક, જીવનો સદ્ભાવ જ છે (અર્થાત્ કર્મોપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદ્ભાવ જ છે); અને સદ્ભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં આવે છે. (માટે ક્ષાયિક ભાવથી જીવો અનંત જ અર્થાત્ વિનાશ-રહિત જ છે.)
વળી ‘અનાદિ-અનંત સહજચૈતન્યલક્ષણ એક ભાવવાળા તેમને સાદિ-સાંત અને સાદિ-અનંત ભાવાંતરો ઘટતા નથી (અર્થાત્ જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય ભાવો ઘટતા નથી)’ એમ કહેવું યોગ્ય નથી; (કારણ કે) તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી *સંપૃક્ત જળની માફક તદાકારે પરિણત હોવાને લીધે, પાંચ પ્રધાન +ગુણોથી પ્રધાનતાવાળા જ અનુભવાય છે. ૫૩.
*કાદવથી સંપૃક્ત = કાદવનો સંપર્ક પામેલ; કાદવના સંસર્ગવાળું. (જોકે જીવો દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે તોપણ વ્યવહારથી અનાદિ કર્મબંધનને વશ, કાદવવાળા જળની માફક, ઔદયિકાદિ ભાવે પરિણત છે.) +જીવના ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક એ પાંચ ભાવોને જીવના પાંચ પ્રધાન ગુણો કહેવામાં આવ્યા છે.