કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૧
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः ।
इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ।।५४।।
जीवस्य भाववशात्सादिसनिधनत्वेऽनाद्यनिधनत्वे च विरोधपरिहारोऽयम् ।
एवं हि पञ्̄चभिर्भावैः स्वयं परिणममानस्यास्य जीवस्य कदाचिदौदयिकेनैकेन
मनुष्यत्वादिलक्षणेन भावेन सतो विनाशस्तथापरेणौदयिकेनैव देवत्वादिलक्षणेन भावेन असत
उत्पादो भवत्येव । एतच्च ‘न सतो विनाशो नासत उत्पाद’ इति पूर्वोक्त सूत्रेण सह
विरुद्धमपि न विरुद्धम्; यतो जीवस्य द्रव्यार्थिकनयादेशेन न सत्प्रणाशो नासदुत्पादः,
तस्यैव पर्यायार्थिकनयादेशेन सत्प्रणाशोऽसदुत्पादश्च । न चैतदनुपपन्नम्, नित्ये जले
कल्लोलानामनित्यत्वदर्शनादिति ।।५४।।
અન્વયાર્થઃ — [ एवं ] એ રીતે [ जीवस्य ] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ
અને [ असतः उत्पादः ] અસત્નો ઉત્પાદ [ भवति ] હોય છે — [ इति ] એવું [ जिनवरैः
भणितम् ] જિનવરોએ કહ્યું છે, [ अन्योऽन्यविरुद्धम् ] કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી
ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં [ अविरुद्धम् ] અવિરુદ્ધ છે.
ટીકાઃ — આ, જીવને ભાવવશાત્ (ઔદયિકાદિ ભાવોને લીધે) સાદિ-સાંતપણું
અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.
એ રીતે ખરેખર પાંચ ભાવોરૂપે સ્વયં પરિણમતા આ જીવને કદાચિત્ ઔદયિક
એવા એક મનુષ્યત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ સત્નો વિનાશ અને ઔદયિક જ
એવા બીજા દેવત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ અસત્નો ઉત્પાદ થાય છે જ. અને
આ (કથન) ‘સત્નો વિનાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી’ એવા પૂર્વોક્ત સૂત્રની
( – ૧૯મી ગાથાની) સાથે વિરોધવાળું હોવા છતાં (ખરેખર) વિરોધવાળું નથી;
કારણ કે જીવને દ્રવ્યાર્થિકનયના કથનથી સત્નો નાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી
તથા તેને જ પર્યાયાર્થિકનયના કથનથી સત્નો નાશ છે અને અસત્નો ઉત્પાદ છે. અને
આ +અનુપપન્ન નથી, કેમ કે નિત્ય એવા જળમાં કલ્લોલોનું અનિત્યપણું જોવામાં
આવે છે.
+અનુપપન્ન = અયુક્ત; અસંગત; અઘટિત; ન બની શકે એવું.