Panchastikay Sangrah (Gujarati). Gatha: 55.

< Previous Page   Next Page >


Page 92 of 256
PDF/HTML Page 132 of 296

 

૯૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णेरइयतिरियमणुया देवा इदि णामसंजुदा पयडी
कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।।५५।।
नारकतिर्यङ्मनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः
कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम् ।।५५।।
जीवस्य सदसद्भावोच्छित्त्युत्पत्तिनिमित्तोपाधिप्रतिपादनमेतत

ભાવાર્થ૫૩મી ગાથામાં જીવને સાદિ-સાંતપણું તેમ જ અનાદિ-અનંતપણું કહેવામાં આવ્યું. ત્યાં પ્રશ્ન સંભવે છે કેસાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું પરસ્પર વિરુદ્ધ છે; પરસ્પર વિરુદ્ધ ભાવો એકીસાથે જીવને કેમ ઘટે? તેનું સમાધાન આ પ્રમાણે છેઃ જીવ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાંતપણું અને અનાદિ- અનંતપણું બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે; સાદિ-સાંતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને અનાદિ-અનંતપણું દ્રવ્ય-અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાંતપણું તેમ જ અનાદિ-અનંતપણું એકીસાથે બરાબર ઘટે છે.

(અહીં જોકે જીવને અનાદિ-અનંત તેમ જ સાદિ-સાંત કહેવામાં આવ્યો તોપણ તાત્પર્ય એમ ગ્રહવું કે પર્યાયાર્થિકનયના વિષયભૂત સાદિ-સાંત જીવનો આશ્રય કરવાયોગ્ય નથી પરંતુ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત એવું જે અનાદિ-અનંત, ટંકોત્કીર્ણજ્ઞાયકસ્વભાવી, નિર્વિકાર, નિત્યાનંદસ્વરૂપ જીવદ્રવ્ય તેનો જ આશ્રય કરવાયોગ્ય છે.) ૫૪.

તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે,
તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫.

અન્વયાર્થ[ नारकतिर्यङ्मनुष्याः देवाः ] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ [ इति नामसंयुताः ] એવાં નામવાળી [ प्रकृतयः ] (નામકર્મની) પ્રકૃતિઓ [ सतः नाशम् ] સત ભાવનો નાશ અને [ असतः भावस्य उत्पादम् ] અસત્ ભાવનો ઉત્પાદ [ कुर्वन्ति ] કરે છે.

ટીકાજીવને સત્ ભાવના ઉચ્છેદ અને અસત્ ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે.