Panchastikay Sangrah (Gujarati). Gatha: 56.

< Previous Page   Next Page >


Page 93 of 256
PDF/HTML Page 133 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૩
यथा हि जलराशेर्जलराशित्वेनासदुत्पादं सदुच्छेदं चाननुभवतश्चतुर्भ्यः ककुब्वि-
भागेभ्यः क्रमेण वहमानाः पवमानाः कल्लोलानामसदुत्पादं सदुच्छेदं च कुर्वन्ति, तथा
जीवस्यापि जीवत्वेन सदुच्छेदमसदुत्पत्तिं चाननुभवतः क्रमेणोदीयमानाः नारकतिर्यङ्मनुष्य-
देवनामप्रकृतयः सदुच्छेदमसदुत्पादं च कुर्वन्तीति
।।५५।।
उदएण उवसमेण य खएण दुहिं मिस्सिदेहिं परिणामे
जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु वित्थिण्णा ।।५६।।
उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन
युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः ।।५६।।
जीवस्य भावोदयवर्णनमेतत
જેમ સમુદ્રપણે અસત્નો ઉત્પાદ અને સત્નો ઉચ્છેદ નહિ અનુભવતા એવા
સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોલોસંબંધી અસત્નો ઉત્પાદ અને
સત્નો ઉચ્છેદ કરે છે (અર્થાત્ અવિદ્યમાન તરંગના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગના
નાશમાં નિમિત્ત બને છે), તેમ જીવપણે સત્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ નહિ
અનુભવતા એવા જીવને ક્રમે ઉદય પામતી નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ નામની (નામકર્મની)
પ્રકૃતિઓ (ભાવોસંબંધી, પર્યાયોસંબંધી) સત
્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ કરે છે
(અર્થાત્ વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિદ્યમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને
છે). ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
અન્વયાર્થ[ उदयेन ] ઉદયથી યુક્ત, [ उपशमेन ] ઉપશમથી યુક્ત, [ क्षयेण ]
ક્ષયથી યુક્ત, [ द्वाभ्यां मिश्रिताभ्यां ] ક્ષયોપશમથી યુક્ત [ च ] અને [ परिणामेन युक्ताः ]
પરિણામથી યુક્ત[ ते ] એવા [ जीवगुणाः ] (પાંચ) જીવગુણો (જીવના ભાવો) છે;
[ च ] અને [ बहुषु अर्थेषु विस्तीर्णाः ] તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
ટીકાજીવને ભાવોના ઉદયનું (પાંચ ભાવોની પ્રગટતાનું ) આ વર્ણન છે.