૯૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कर्मणां फलदानसमर्थतयोद्भूतिरुदयः, अनुद्भूतिरुपशमः, उद्भूत्यनुद्भूती क्षयोपशमः,
अत्यन्तविश्लेषः क्षयः, द्रव्यात्मलाभहेतुकः परिणामः । तत्रोदयेन युक्त औदयिकः,
उपशमेन युक्त औपशमिकः, क्षयोपशमेन युक्त : क्षायोपशमिकः, क्षयेण युक्त : क्षायिकः,
परिणामेन युक्त : पारिणामिकः । त एते पञ्̄च जीवगुणाः । तत्रोपाधिचतुर्विधत्वनिबन्धना-
श्चत्वारः, स्वभावनिबन्धन एकः । एते चोपाधिभेदात्स्वरूपभेदाच्च भिद्यमाना बहुष्वर्थेषु
विस्तार्यन्त इति ।।५६।।
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं ।
सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ।।५७।।
કર્મોનો ૧ફળદાનસમર્થપણે ઉદ્ભવ તે ‘ઉદય’ છે, અનુદ્ભવ તે ‘ઉપશમ’ છે,
ઉદ્ભવ તેમ જ અનુદ્ભવ તે ‘ક્ષયોપશમ’ છે, ૨અત્યંત વિશ્લેષ તે ‘ક્ષય’ છે, દ્રવ્યનો
૩આત્મલાભ (હયાતી) જેનો હેતુ છે તે ‘પરિણામ’ છે. ત્યાં, ઉદયથી યુક્ત તે ‘ઔદયિક’
છે, ઉપશમથી યુક્ત તે ‘ઔપશમિક’ છે, ક્ષયોપશમથી યુક્ત તે ‘ક્ષાયોપશમિક’ છે, ૪ક્ષયથી
યુક્ત તે ‘ક્ષાયિક’ છે, ૫પરિણામથી યુક્ત તે ‘પારિણામિક’ છે. — એવા આ પાંચ જીવગુણો
છે. તેમાં ( – આ પાંચ ગુણોમાં) ૬ઉપાધિનું ચતુર્વિધપણું જેમનું કારણ (નિમિત્ત) છે એવા
ચાર છે, સ્વભાવ જેનું કારણ છે એવો એક છે. ઉપાધિના ભેદથી અને સ્વરૂપના ભેદથી
ભેદ પાડતાં, તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. ૫૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને,
તે ભાવનો તે જીવ છે કર્તા — કહ્યું જિનશાસને. ૫૭.
૧. ફળદાનસમર્થ = ફળ દેવામાં સમર્થ
૨. અત્યંત વિશ્લેષ = અત્યંત વિયોગ; આત્યંતિક નિવૃત્તિ.
૩. આત્મલાભ = સ્વરૂપપ્રાપ્તિ; સ્વરૂપને ધારી રાખવું તે; પોતાને ધારી રાખવું તે; હયાતી. (દ્રવ્ય પોતાને
ધારી રાખે છે અર્થાત્ પોતે હયાત રહે છે તેથી તેને ‘પરિણામ’ છે.)
૪. ક્ષયથી યુક્ત = ક્ષય સહિતઃ ક્ષય સાથે સંબંધવાળો. (વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે
ભાવમાં આવે તે ‘ક્ષાયિક’ ભાવ છે.)
૫. પરિણામથી યુક્ત = પરિણામમય; પરિણામાત્મક; પરિણામસ્વરૂપ.
૬. કર્મોપાધિની ચાર પ્રકારની દશા ( – ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય) જેમનું નિમિત્ત છે એવા
ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્ત બિલકુલ નથી, માત્ર દ્રવ્યસ્વભાવ જ જેનું કારણ છે
એવો એક પારિણામિક ભાવ છે.