मात्रमुपवर्ण्यते । तस्मिन्निमित्तमात्रभूते जीवेन कर्तृभूतेनात्मनः कर्मभूतो भावः क्रियते । अमुना यो येन प्रकारेण जीवेन भावः क्रियते, स जीवस्तस्य भावस्य तेन प्रकारेण कर्ता भवतीति ।।५७।।
અન્વયાર્થઃ — [ कर्म वेदयमानः ] કર્મને વેદતો થકો [ जीवः ] જીવ [ याद्रशकम् भावं ] જેવા ભાવને [ करोति ] કરે છે, [ तस्य ] તે ભાવનો [ तेन ] તે પ્રકારે [ सः ] તે [ कर्ता भवति ] કર્તા છે — [ इति च ] એમ [ शासने पठितम् ] શાસનમાં કહ્યું છે.
જીવ વડે દ્રવ્યકર્મ વ્યવહારનયથી અનુભવાય છે; અને તે અનુભવાતું થકું જીવભાવોનું નિમિત્તમાત્ર કહેવાય છે. તે (દ્રવ્યકર્મ) નિમિત્તમાત્ર હોતાં, જીવ વડે કર્તાપણે પોતાનો કર્મરૂપ (કાર્યરૂપ) ભાવ કરાય છે. તેથી જે ભાવ જે પ્રકારે જીવ વડે કરાય છે, તે ભાવનો તે પ્રકારે તે જીવ કર્તા છે. ૫૭.
અન્વયાર્થઃ — [ कर्मणा विना ] કર્મ વિના [ जीवस्य ] જીવને [ उदयः ] ઉદય, [ंउपशमः ] ઉપશમ, [ क्षायिकः ] ક્ષાયિક [ वा ] અથવા [ क्षायोपशमिकः ] ક્ષાયોપશમિક [ न विद्यते ] હોતો નથી, [ तस्मात् तु ] તેથી [ भावः ] ભાવ ( – ચતુર્વિધ જીવભાવ) [ कर्मकृतः ] કર્મકૃત છે.