૯૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यकर्मणां निमित्तमात्रत्वेनौदयिकादिभावकर्तृत्वमत्रोक्त म् ।
न खलु कर्मणा विना जीवस्योदयोपशमौ क्षयक्षयोपशमावपि विद्येते; ततः क्षायिक-
क्षायोपशमिकश्चौदयिकौपशमिकश्च भावः कर्मकृतोऽनुमन्तव्यः । पारिणामिकस्त्वनादिनिधनो
निरुपाधिः स्वाभाविक एव । क्षायिकस्तु स्वभावव्यक्ति रूपत्वादनन्तोऽपि कर्मणः क्षयेणोत्पद्य-
मानत्वात्सादिरिति कर्मकृत एवोक्त : । औपशमिकस्तु कर्मणामुपशमे समुत्पद्यमानत्वादनुपशमे
समुच्छिद्यमानत्वात् कर्मकृत एवेति ।
अथवा उदयोपशमक्षयक्षयोपशमलक्षणाश्चतस्रो द्रव्यकर्मणामेवावस्थाः, न पुनः परि-
णामलक्षणैकावस्थस्य जीवस्य; तत उदयादिसञ्जातानामात्मनो भावानां निमित्तमात्रभूत-
ટીકાઃ — અહીં, (ઔદયિકાદિ ભાવોનાં) નિમિત્તમાત્ર તરીકે દ્રવ્યકર્મોને
ઔદયિકાદિ ભાવોનું કર્તાપણું કહ્યું છે.
(એક રીતે વ્યાખ્યા કરતાં — ) કર્મ વિના જીવને ઉદય – ઉપશમ તેમ જ ક્ષય –
ક્ષયોપશમ હોતા નથી (અર્થાત્ દ્રવ્યકર્મ વિના જીવને ઔદયિકાદિ ચાર ભાવો હોતા
નથી); તેથી ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક કે ઔપશમિક ભાવ કર્મકૃત સંમત કરવો.
પારિણામિક ભાવ તો અનાદિ-અનંત, *નિરુપાધિ, સ્વાભાવિક જ છે. (ઔદયિક અને
ક્ષાયોપશમિક ભાવો કર્મ વિના હોતા નથી અને તેથી કર્મકૃત કહી શકાય — એ વાત
તો સ્પષ્ટ સમજાય એવી છે; ક્ષાયિક અને ઔપશમિક ભાવોની બાબતમાં નીચે પ્રમાણે
સ્પષ્ટતા કરવામાં આવે છેઃ) ક્ષાયિક ભાવ, જોકે સ્વભાવની વ્યક્તિરૂપ ( – પ્રગટતારૂપ)
હોવાથી અનંત ( – અંત વિનાનો) છે તોપણ, કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવાને લીધે
સાદિ છે તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. ઔપશમિક ભાવ કર્મના ઉપશમે ઉત્પન્ન
થતો હોવાથી અને અનુપશમે નષ્ટ થતો હોવાથી કર્મકૃત જ છે. (આમ ઔદયિકાદિ
ચાર ભાવો કર્મકૃત સંમત કરવા.)
અથવા (બીજી રીતે વ્યાખ્યા કરતાં) — ઉદય, ઉપશમ, ક્ષય અને
ક્ષયોપશમસ્વરૂપ ચાર (અવસ્થાઓ) દ્રવ્યકર્મની જ અવસ્થાઓ છે, પરિણામસ્વરૂપ એક
અવસ્થાવાળા જીવની નહિ (અર્થાત્ ઉદય વગેરે અવસ્થાઓ દ્રવ્યકર્મની જ છે,
‘પરિણામ’ જેનું સ્વરૂપ છે એવી એક અવસ્થાએ અવસ્થિત જીવની — પારિણામિક
ભાવરૂપે રહેલા જીવની — તે ચાર અવસ્થાઓ નથી); તેથી ઉદયાદિક વડે ઉત્પન્ન થતા
*નિરુપાધિ = ઉપાધિ વિનાનો; ઔપાધિક ન હોય એવો. (જીવનો પારિણામિક ભાવ સર્વ કર્મોપાધિથી
નિરપેક્ષ હોવાને લીધે નિરુપાધિ છે.)