કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય – પંચાસ્તિકાયવર્ણન
૯૭
तथाविधावस्थत्वेन स्वयं परिणमनाद्द्̄रव्यकर्मापि व्यवहारनयेनात्मनो भावानां कर्तृत्वमापद्यत
इति ।।५८।।
भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता ।
ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ।।५९।।
भावो यदि कर्मकृत आत्मा कर्मणो भवति कथं कर्ता ।
न करोत्यात्मा किञ्चिदपि मुक्त्वान्यत् स्वकं भावम् ।।५९।।
जीवभावस्य कर्मकर्तृत्वे पूर्वपक्षोऽयम् ।
यदि खल्वौदयिकादिरूपो जीवस्य भावः कर्मणा क्रियते, तदा जीवस्तस्य
कर्ता न भवति । न च जीवस्याकर्तृत्वमिष्यते । ततः पारिशेष्येण द्रव्यकर्मणः
कर्तापद्यते । तत्तु कथम् ? यतो निश्चयनयेनात्मा स्वं भावमुज्झित्वा नान्यत्किमपि
આત્માના ભાવોને નિમિત્તમાત્રભૂત એવી તે પ્રકારની અવસ્થાઓરૂપે (દ્રવ્યકર્મ) સ્વયં
પરિણમતું હોવાને લીધે દ્રવ્યકર્મ પણ વ્યવહારનયથી આત્માના ભાવોના કર્તાપણાને પામે
છે. ૫૮.
જો ભાવકર્તા કર્મ, તો શું કર્મકર્તા જીવ છે?
જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯.
અન્વયાર્થઃ — [ यदि भावः कर्मकृतः ] જો ભાવ ( – જીવભાવ) કર્મકૃત હોય તો
[ आत्मा कर्मणः कर्ता भवति ] આત્મા કર્મનો ( – દ્રવ્યકર્મનો) કર્તા હોવો જોઈએ. [ कथं ]
તે તો કેમ બને? [ आत्मा ] કારણ કે આત્મા તો [ स्वकं भावं मुक्त्वा ] પોતાના ભાવને
છોડીને [ अन्यत् किञ्चित् अपि ] બીજું કાંઈ પણ [ न करोति ] કરતો નથી.
ટીકાઃ — કર્મને જીવભાવનું કર્તાપણું હોવાની બાબતમાં આ *પૂર્વપક્ષ છે.
જો ઔદયિકાદિરૂપ જીવનો ભાવ કર્મ વડે કરવામાં આવતો હોય, તો જીવ તેનો
( – ઔદયિકાદિરૂપ જીવભાવનો) કર્તા નથી એમ ઠરે છે. અને જીવનું અકર્તાપણું તો ઇષ્ટ
( – માન્ય) નથી. માટે, બાકી એ રહ્યું કે જીવ દ્રવ્યકર્મનો કર્તા હોવો જોઈએ. પણ તે
*પૂર્વપક્ષ = ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે પ્રશ્ન
પં. ૧૩