૯૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
करोतीति ।।५९।।
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि ।
ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ।।६०।।
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति ।
न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम् ।।६०।।
पूर्वसूत्रोदितपूर्वपक्षसिद्धान्तोऽयम् ।
व्यवहारेण निमित्तमात्रत्वाज्जीवभावस्य कर्म कर्तृ, कर्मणोऽपि जीवभावः कर्ता;
निश्चयेन तु न जीवभावानां कर्म कर्तृ, न कर्मणो जीवभावः । न च ते कर्तारमन्तरेण
सम्भूयेते; यतो निश्चयेन जीवपरिणामानां जीवः कर्ता, कर्मपरिणामानां कर्म कर्तृ
इति ।।६०।।
તો કેમ બને? કારણ કે નિશ્ચયનયથી આત્મા પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ
કરતો નથી.
(આ પ્રમાણે પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો.) ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે,
અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦.
અન્વયાર્થઃ — [ भावः कर्मनिमित्तः ] જીવભાવનું કર્મ નિમિત્ત છે [ पुनः ] અને [ कर्म
भावकारणं भवति ] કર્મનું જીવભાવ નિમિત્ત છે, [ न तु तेषां खलु कर्ता ] પરંતુ ખરેખર
એકબીજાનાં કર્તા નથી; [ न तु कर्तारम् विना भूताः ] કર્તા વિના થાય છે એમ પણ નથી.
ટીકાઃ — આ, પૂર્વ સૂત્રમાં (૫૯મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સમાધાનરૂપ
સિદ્ધાંત છે.
વ્યવહારથી નિમિત્તમાત્રપણાને લીધે જીવભાવનું કર્મ કર્તા છે ( – ઔદયિકાદિ
જીવભાવનું કર્તા દ્રવ્યકર્મ છે), કર્મનો પણ જીવભાવ કર્તા છે; નિશ્ચયથી તો જીવભાવોનું
નથી કર્મ કર્તા, કર્મનો નથી જીવભાવ કર્તા. તેઓ (જીવભાવ અને દ્રવ્યકર્મ) કર્તા વિના
થાય છે એમ પણ નથી; કારણ કે નિશ્ચયથી જીવપરિણામોનો જીવ કર્તા છે અને
કર્મપરિણામોનું કર્મ ( – પુદ્ગલ) કર્તા છે. ૬૦.