निश्चयेन जीवस्य स्वभावानां कर्तृत्वं पुद्गलकर्मणामकर्तृत्वं चागमेनोपदर्शितमत्र इति ।।६१।।
અન્વયાર્થઃ — [ स्वकं स्वभावं ] પોતાના *સ્વભાવને [ कुर्वन् ] કરતો [ आत्मा ] આત્મા [ हि ] ખરેખર [ स्वकस्य भावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા છે, [ न पुद्गल- कर्मणाम् ] પુદ્ગલકર્મોનો નહિ; [ इति ] આમ [ जिनवचनं ] જિનવચન [ ज्ञातव्यम् ] જાણવું.
ટીકાઃ — નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કર્તાપણું છે અને પુદ્ગલકર્મોનું અકર્તાપણું છે એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે. ૬૧.
અન્વયાર્થઃ — [ कर्म अपि ] કર્મ પણ [ स्वेन स्वभावेन ] પોતાના સ્વભાવથી [ स्वकं करोति ] પોતાને કરે છે [ च ] અને [ ताद्रशकः जीवः अपि ] તેવો જીવ પણ [ कर्मस्वभावेन *જોકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો ‘સ્વભાવો’ કહેવાય છે તોપણ અશુદ્ધનિશ્ચયથી રાગાદિક