૧૦૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र निश्चयनयेनाभिन्नकारकत्वात्कर्मणो जीवस्य च स्वयं स्वरूपकर्तृत्वमुक्त म् ।
कर्म खलु कर्मत्वप्रवर्तमानपुद्गलस्कन्धरूपेण कर्तृतामनुबिभ्राणं, कर्मत्वगमन-
शक्ति रूपेण करणतामात्मसात्कुर्वत्, प्राप्यकर्मत्वपरिणामरूपेण कर्मतां कलयत्, पूर्वभाव-
व्यपायेऽपि ध्रुवत्वालम्बनादुपात्तापादानत्वम्, उपजायमानपरिणामरूपकर्मणाश्रीयमाणत्वादुपोढ-
सम्प्रदानत्वम्, आधीयमानपरिणामाधारत्वाद्गृहीताधिकरणत्वं, स्वयमेव षट्कारकीरूपेण
व्यवतिष्ठमानं न कारकान्तरमपेक्षते । एवं जीवोऽपि भावपर्यायेण प्रवर्तमानात्मद्रव्यरूपेण
कर्तृतामनुबिभ्राणो, भावपर्यायगमनशक्ति रूपेण करणतामात्मसात्कुर्वन्, प्राप्यभावपर्यायरूपेण
कर्मतां कलयन्, पूर्वभावपर्यायव्यपायेऽपि ध्रुवत्वालम्बनादुपात्तापादानत्वः, उपजायमान-
भावपर्यायरूपकर्मणाश्रीयमाणत्वादुपोढसम्प्रदानत्वः, आधीयमानभावपर्यायाधारत्वाद्गृहीताधि-
भावेन ] કર્મસ્વભાવ ભાવથી ( – ઔદયિકાદિ ભાવથી) [ सम्यक् आत्मानम् ] બરાબર પોતાને
કરે છે.
ટીકાઃ — નિશ્ચયનયે અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના
( – પોતપોતાના રૂપના) કર્તા છે એમ અહીં કહ્યું છે.
કર્મ ખરેખર (૧) કર્મપણે પ્રવર્તતા પુદ્ગલસ્કંધરૂપે કર્તાપણાને ધરતું,
(૨) કર્મપણું પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતું, (૩) પ્રાપ્ય એવા
કર્મત્વપરિણામરૂપે કર્મપણાને અનુભવતું, (૪) પૂર્વ ભાવનો નાશ થવા છતાં ધ્રુવપણાને
અવલંબતું હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવું, (૫) ઊપજતા પરિણામરૂપ
કર્મ વડે સમાશ્રિત થતું હોવાથી (અર્થાત્ ઊપજતા પરિણામરૂપ કાર્ય પોતાને દેવામાં
આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલું અને (૬) ધારી રાખવામાં આવતા પરિણામનો
આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવું — સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતું થકું
અન્ય કારકની અપેક્ષા રાખતું નથી.
એ પ્રમાણે જીવ પણ (૧) ભાવપર્યાયે પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો,
(૨) ભાવપર્યાય પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતો, (૩) પ્રાપ્ય એવા
ભાવપર્યાયરૂપે કર્મપણાને અનુભવતો, (૪) પૂર્વ ભાવપર્યાયનો નાશ થવા છતાં ધ્રુવપણાને
અવલંબતો હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવો, (૫) ઊપજતા
ભાવપર્યાયરૂપ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ ઊપજતા ભાવપર્યાયરૂપ કાર્ય