કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૧
करणत्वः, स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते । अतः कर्मणः
कर्तुर्नास्ति जीवः कर्ता, जीवस्य कर्तुर्नास्ति कर्म कर्तृ निश्चयेनेति ।।६२।।
પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલો અને (૬) ધારી રાખવામાં
આવતા ભાવપર્યાયનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવો — સ્વયમેવ
ષટ્કારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી.
માટે નિશ્ચયથી કર્મરૂપ કર્તાને જીવ કર્તા નથી અને જીવરૂપ કર્તાને કર્મ કર્તા
નથી. (જ્યાં કર્મ કર્તા છે ત્યાં જીવ કર્તા નથી અને જ્યાં જીવ કર્તા છે ત્યાં કર્મ
કર્તા નથી.)
ભાવાર્થઃ — (૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ
કર્તા છે; (૨) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્ગલ પોતે જ કરણ
છે; (૩) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું — પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી
પોતે અભિન્ન હોવાથી પુદ્ગલ પોતે જ કર્મ ( – કાર્ય) છે; (૪) પોતાનામાંથી પૂર્વ
પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી અને પુદ્ગલદ્રવ્યરૂપે ધ્રુવ
રહેતું હોવાથી પુદ્ગલ પોતે જ અપાદાન છે; (૫) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ દેતું
હોવાથી પુદ્ગલ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ
કરતું હોવાથી પુદ્ગલ પોતે જ અધિકરણ છે.
એ જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ
કર્તા છે; (૨) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ
છે; (૩) જીવભાવને પ્રાપ્ત કરતો — પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે, અથવા
જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે; (૪) પોતાનામાંથી પૂર્વ
ભાવનો વ્યય કરીને (નવીન) જીવભાવ કરતો હોવાથી અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહેતો
હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૫) પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે
જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ
પોતે જ અધિકરણ છે.
આ રીતે, પુદ્ગલની કર્મોદયાદિરૂપે કે કર્મબંધાદિરૂપે પરિણમવાની ક્રિયાને વિષે
ખરેખર પુદ્ગલ જ સ્વયમેવ છ કારકરૂપે વર્તતું હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા
નથી તથા જીવની ઔદયિકાદિ ભાવરૂપે પરિણમવાની ક્રિયાને વિષે ખરેખર જીવ જ
સ્વયમેવ છ કારકરૂપે વર્તતો હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી. પુદ્ગલની અને