Panchastikay Sangrah (Gujarati). Gatha: 63.

< Previous Page   Next Page >


Page 102 of 256
PDF/HTML Page 142 of 296

 

background image
૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं
किध तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ।।६३।।
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम्
कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलम् ।।६३।।
कर्मजीवयोरन्योन्याकर्तृत्वेऽन्यदत्तफलान्योपभोगलक्षणदूषणपुरःसरः पूर्वपक्षो-
ऽयम् ।।६३।।
જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળે વર્તતી હોવા છતાં પણ પૌદ્ગલિક ક્રિયાને વિષે
વર્તતાં પુદ્ગલનાં છ કારકો જીવકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે તથા
જીવભાવરૂપ ક્રિયાને વિષે વર્તતાં જીવનાં છ કારકો પુદ્ગલકારકોથી તદ્દન ભિન્ન અને
નિરપેક્ષ છે. ખરેખર કોઈ દ્રવ્યનાં કારકોને કોઈ અન્ય દ્રવ્યનાં કારકોની અપેક્ષા હોતી
નથી. ૬૨.
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને,
ક્યમ કર્મ ફળ દે જીવને? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩.
અન્વયાર્થ[ यदि ] જો [ कर्म ] કર્મ [ कर्म करोति ] કર્મને કરે અને [ सः आत्मा ]
આત્મા [ आत्मानम् करोति ] આત્માને કરે તો [ कर्म ] કર્મ [ फलम् कथं ददाति ] આત્માને
ફળ કેમ આપે [ च ] અને [ आत्मा ] આત્મા [ तस्य फलं भुङ्क्ते ] તેનું ફળ કેમ ભોગવે?
ટીકાજો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય, તો ‘અન્યે દીધેલું ફળ
અન્ય ભોગવે’ એવો પ્રસંગ આવે;આવો દોષ બતાવીને અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં
આવ્યો છે.
ભાવાર્થશાસ્ત્રોમાં કહ્યું છે કે (પૌદ્ગલિક) કર્મ જીવને ફળ આપે છે અને
જીવ (પૌદ્ગલિક) કર્મનું ફળ ભોગવે છે. હવે જો જીવ કર્મને કરતો જ ન હોય તો
જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ કેમ આપે અને જીવ પોતાથી નહિ કરાયેલા કર્મના
ફળને કેમ ભોગવે ? જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ આપે અને જીવ તે ફળ
ભોગવે એ કોઈ રીતે ન્યાયયુક્ત નથી. આ રીતે, ‘કર્મ કર્મને જ કરે છે અને આત્મા
આત્માને જ કરે છે’ એ વાતમાં પૂર્વોક્ત દોષ આવતો હોવાથી એ વાત ઘટતી નથી