કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૩
अथ सिद्धांतसूत्राणि —
“ओगाढगाढणिचिदो पोग्गलकाएहिं सव्वदो लोगो ।
सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ।।६४।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः ।
सूक्ष्मैर्बादरैश्चानन्तानन्तैर्विविधैः ।।६४।।
कर्मयोग्यपुद्गला अञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोकव्यापित्वाद्यत्रात्मा तत्रानानीता
एवावतिष्ठन्त इत्यत्रौक्त म् ।।६४।।
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावेहिं ।
गच्छंति कम्मभावं अण्णण्णोगाहमवगाढा ।।६५।।
— એમ અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ૬૩.
હવે સિદ્ધાંતસૂત્રો છે (અર્થાત્ હવે ૬૩મી ગાથામાં કહેલા પૂર્વપક્ષના નિરાકરણ-
પૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે).
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
અન્વયાર્થઃ — [ लोकः ] લોક [ सर्वतः ] સર્વતઃ [ विविधैः ] વિવિધ પ્રકારના,
[ अनन्तानन्तैः ] અનંતાનંત [ सूक्ष्मैः बादरैः च ] સૂક્ષ્મ તેમ જ બાદર [ पुद्गलकायैः ] પુદ્ગલકાયો
(પુદ્ગલસ્કંધો) વડે [ अवगाढगाढनिचितः ] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
ટીકાઃ — અહીં એમ કહ્યું છે કે — કર્મયોગ્ય પુદ્ગલો (કાર્માણવર્ગણારૂપ પુદ્ગલ-
સ્કંધો) અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં
વ્યાપેલાં છે; તેથી જ્યાં આત્મા છે ત્યાં, વિના-લાવ્યે જ (ક્યાંયથી લાવવામાં આવ્યા
વિના જ), તેઓ રહેલાં છે. ૬૪.
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી
કર્મત્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
*આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮મી છે.