કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૫
जह पोग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती ।
अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि ।।६६।।
यथा पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कन्धनिर्वृत्तिः ।
अकृता परैद्रर्ष्टा तथा कर्मणां विजानीहि ।।६६।।
अनन्यकृतत्वं कर्मणां वैचित्र्यस्यात्रोक्त म् ।
यथा हि स्वयोग्यचन्द्रार्क प्रभोपलम्भे सन्ध्याभ्रेन्द्रचापपरिवेषप्रभृतिभिर्बहुभिः प्रकारैः
पुद्गलस्क न्धविकल्पाः कर्त्रन्तरनिरपेक्षा एवोत्पद्यन्ते, तथा स्वयोग्यजीवपरिणामोपलम्भे ज्ञाना-
वरणप्रभृतिभिर्बहुभिः प्रकारैः कर्माण्यपि कर्त्रन्तरनिरपेक्षाण्येवोत्पद्यन्ते इति ।।६६।।
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી
પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ पुद्गलद्रव्याणां ] પુદ્ગલદ્રવ્યોની [ बहुप्रकारैः ] બહુ
પ્રકારે [ स्कन्धनिर्वृत्तिः ] સ્કંધરચના [ परैः अकृता ] પરથી કરાયા વિના [ दृष्टा ] થતી
જોવામાં આવે છે, [ तथा ] તેમ [ कर्मणां ] કર્મોની બહુપ્રકારતા [ विजानीहि ] પરથી
અકૃત જાણો.
ટીકાઃ — કર્મોની વિચિત્રતા (બહુપ્રકારતા) અન્ય વડે કરવામાં આવતી નથી
એમ અહીં કહ્યું છે.
જેમ પોતાને યોગ્ય ચંદ્ર-સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતાં, સંધ્યા-વાદળાં-ઇંદ્રધનુષ-
પ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુદ્ગલસ્કંધભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે
છે, તેમ પોતાને યોગ્ય જીવ-પરિણામની ઉપલબ્ધિ હોતાં, જ્ઞાનાવરણાદિ ઘણા પ્રકારે
કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે.
ભાવાર્થઃ — કર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગરૂપ વિચિત્રતા પણ
જીવકૃત નથી, પુદ્ગલકૃત જ છે. ૬૬.
પં. ૧૪