૧૦
૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवा पोग्गलकाया अण्णण्णोगाढगहणपडिबद्धा ।
काले विजुज्जमाणा सुहदुक्खं देंति भुंजंति ।।६७।।
जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः ।
काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ।।६७।।
निश्चयेन जीवकर्मणोश्चैककर्तृत्वेऽपि व्यवहारेण कर्मदत्तफलोपलम्भो जीवस्य न
विरुध्यत इत्यत्रोक्त म् ।
जीवा हि मोहरागद्वेषस्निग्धत्वात्पुद्गलस्कन्धाश्च स्वभावस्निग्धत्वाद्बन्धावस्थायां
परमाणुद्वन्द्वानीवान्योन्यावगाहग्रहणप्रतिबद्धत्वेनावतिष्ठन्ते । यदा तु ते परस्परं वियुज्यन्ते,
तदोदितप्रच्यवमाना निश्चयेन सुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेणेष्टानिष्टविषयाणां
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે;
કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપે – ભોગવે. ૬૭.
અન્વયાર્થઃ — [ जीवाः पुद्गलकायाः ] જીવો અને પુદ્ગલકાયો [ अन्योन्यावगाढ-
ग्रहणप्रतिबद्धाः ] (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે;
[ काले वियुज्यमानाः ] કાળે છૂટા પડતાં [ सुखदुःखं ददति भुञ्जन्ति ] સુખદુઃખ આપે છે અને
ભોગવે છે (અર્થાત્ પુદ્ગલકાયો સુખદુઃખ આપે છે અને જીવો ભોગવે છે).
ટીકાઃ — નિશ્ચયથી જીવ અને કર્મને એકનું (નિજ નિજ રૂપનું જ) કર્તાપણું
હોવા છતાં, વ્યવહારથી જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વિરોધ પામતો નથી
(અર્થાત્ ‘કર્મ જીવને ફળ આપે છે અને જીવ તેને ભોગવે છે’ એ વાત પણ વ્યવહારથી
ઘટે છે) એમ અહીં કહ્યું છે.
જીવો મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ હોવાને લીધે અને પુદ્ગલસ્કંધો સ્વભાવથી સ્નિગ્ધ
હોવાને લીધે, (તેઓ) બંધ-અવસ્થામાં — *પરમાણુદ્વંદ્વોની માફક — (વિશિષ્ટ પ્રકારે)
અન્યોન્ય-અવગાહના ગ્રહણ વડે બદ્ધપણે રહે છે. જ્યારે તેઓ પરસ્પર છૂટા પડે છે
ત્યારે (નીચે પ્રમાણે પુદ્ગલસ્કંધો ફળ આપે છે અને જીવો તેને ભોગવે છે) — ઉદય
પામીને ખરી જતા પુદ્ગલકાયો સુખદુઃખરૂપ આત્મપરિણામોના નિમિત્તમાત્ર હોવાની
*પરમાણુદ્વંદ્વ = બે પરમાણુઓનું જોડકું; બે પરમાણુઓનો બનેલો સ્કંધ; દ્વિ-અણુક સ્કંધ.