કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૦૭
निमित्तमात्रत्वात्पुद्गलकायाः सुखदुःखरूपं फलं प्रयच्छन्ति । जीवाश्च निश्चयेन निमित्त-
मात्रभूतद्रव्यकर्मनिर्वर्तितसुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेण द्रव्यकर्मोदयापादितेष्टा-
અપેક્ષાએ *નિશ્ચયથી, અને ઇષ્ટાનિષ્ટ વિષયોના નિમિત્તમાત્ર હોવાની અપેક્ષાએ
*વ્યવહારથી, +સુખદુઃખરૂપ ફળ આપે છે; તથા જીવો નિમિત્તમાત્રભૂત દ્રવ્યકર્મથી
નિષ્પન્ન થતા સુખ-દુઃખરૂપ આત્મપરિણામોના ભોક્તા હોવાની અપેક્ષાએ નિશ્ચયથી, અને
(નિમિત્તમાત્રભૂત) દ્રવ્યકર્મના ઉદયથી સંપાદિત ઇષ્ટાનિષ્ટ વિષયોના ભોક્તા હોવાની
અપેક્ષાએ વ્યવહારથી, તે પ્રકારનું (સુખદુઃખરૂપ) ફળ ભોગવે છે (અર્થાત્ નિશ્ચયથી
સુખદુઃખપરિણામરૂપ અને વ્યવહારથી ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ ભોગવે છે).
*(૧) સુખદુઃખપરિણામોમાં તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયોના સંયોગમાં શુભાશુભ કર્મો નિમિત્તભૂત
હોય છે, તેથી તે કર્મોને તેમના નિમિત્તમાત્રપણાની અપેક્ષાએ જ ‘‘(૧) સુખદુઃખપરિણામરૂપ (ફળ)
તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ ‘દેનારાં’ ’’ (ઉપચારથી) કહી શકાય છે. હવે, (૧) સુખ-
દુઃખપરિણામ તો જીવના પોતાના જ પર્યાયરૂપ હોવાથી જીવ સુખદુઃખપરિણામને તો ‘નિશ્ચયથી’
ભોગવે છે, અને તેથી સુખદુઃખપરિણામમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ ( – જેમને
‘‘સુખદુઃખપરિણામરૂપ ફળ દેનારાં’’ કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય
છે કે ‘‘તેઓ જીવને ‘નિશ્ચયથી’ સુખદુઃખપરિણામરૂપ ફળ દે છે’’; તથા (૨) ઇષ્ટાનિષ્ટ વિષયો
તો જીવથી તદ્દન ભિન્ન હોવાથી જીવ ઇષ્ટાનિષ્ટ વિષયોને તો ‘વ્યવહારથી’ ભોગવે છે, અને
તેથી ઇષ્ટાનિષ્ટ વિષયોમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ ( – જેમને ‘‘ઇષ્ટાનિષ્ટ
વિષયરૂપ ફળ દેનારાં’’ કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે ‘‘તેઓ
જીવને ‘વ્યવહારથી’ ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ દે છે.’’
અહીં (ટીકાના બીજા ફકરામાં) જે ‘નિશ્ચય’ અને ‘વ્યવહાર’ એવા બે ભંગ પાડ્યા છે તે
માત્ર એટલો ભેદ સૂચવવા માટે જ પાડ્યા છે કે ‘કર્મનિમિત્તક સુખદુઃખપરિણામો જીવમાં થાય
છે અને કર્મનિમિત્તક ઇષ્ટાનિષ્ટ વિષયો જીવથી તદ્દન ભિન્ન છે’. પરંતુ અહીં કહેલા નિશ્ચયરૂપ
ભંગથી એમ ન સમજવું કે ‘પૌદ્ગલિક કર્મ જીવને ખરેખર ફળ આપે છે અને જીવ ખરેખર
કર્મે દીધેલા ફળને ભોગવે છે’.
પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યને ફળ આપી શકતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય
પાસેથી ફળ મેળવીને ભોગવી શકતું નથી. જો પરમાર્થે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને ફળ આપે અને
તે અન્ય દ્રવ્ય તેને ભોગવે તો બંને દ્રવ્યો એક થઈ જાય. અહીં એ ધ્યાનમાં રાખવું ખાસ આવશ્યક
છે કે ટીકાના પહેલા ફકરામાં આખી ગાથાના કથનનો સાર કહેતાં શ્રી ટીકાકાર આચાર્યદેવે પોતે
જ, જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વ્યવહારથી જ કહ્યો છે, નિશ્ચયથી નહિ.
+સુખદુઃખના બે અર્થો થાય છેઃ (૧) સુખદુઃખપરિણામો, અને (૨) ઇષ્ટાનિષ્ટ વિષયો. જ્યાં
‘નિશ્ચયથી’ કહ્યું છે ત્યાં ‘સુખદુઃખપરિણામો’ એવો અર્થ સમજવો અને જ્યાં ‘વ્યવહારથી’ કહ્યું
છે ત્યાં ‘ઇષ્ટાનિષ્ટ વિષયો’ એવો અર્થ સમજવો.