૧૦
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निष्टविषयाणां भोक्तृ त्वात्तथाविधं फलं भुञ्जन्ते इति । एतेन जीवस्य भोक्तृत्वगुणोऽपि
व्याख्यातः ।।६७।।
तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स ।
भोत्ता दु हवदि जीवो चेदगभावेण कम्मफलं ।।६८।।
तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य ।
भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम् ।।६८।।
कर्तृत्वभोक्तृत्वव्याख्योपसंहारोऽयम् ।
तत एतत् स्थितं निश्चयेनात्मनः कर्म कर्तृ, व्यवहारेण जीवभावस्य; जीवोऽपि
निश्चयेनात्मभावस्य कर्ता, व्यवहारेण कर्मण इति । यथात्रोभयनयाभ्यां कर्म कर्तृ,
तथैकेनापि नयेन न भोक्तृ । कुतः ? चैतन्यपूर्वकानुभूतिसद्भावाभावात् । ततश्चेतनत्वात्
આથી (આ કથનથી) જીવના ભોક્તૃત્વગુણનું પણ વ્યાખ્યાન થયું. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું;
ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્ફળ તણું. ૬૮.
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ अथ जीवस्य भावेन हि संयुतम् ] જીવના ભાવથી
સંયુક્ત એવું [ कर्म ] કર્મ (દ્રવ્યકર્મ) [ कर्तृ ] કર્તા છે ( – નિશ્ચયથી પોતાનું કર્તા અને
વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). [ भोक्ता तु ] ભોક્તા તો [ जीवः
भवति ] (માત્ર) જીવ છે [ चेतकभावेन ] ચેતકભાવને લીધે [ कर्मफलम् ] કર્મફળનો.
ટીકાઃ — આ, કર્તૃત્વ અને ભોક્તૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર છે.
તેથી (પૂર્વોક્ત કથનથી) એમ નક્કી થયું કે — કર્મ નિશ્ચયથી પોતાનું કર્તા છે,
વ્યવહારથી જીવભાવનું કર્તા છે; જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે,
વ્યવહારથી કર્મનો કર્તા છે.
જેમ અહીં બંને નયોથી કર્મ કર્તા છે, તેમ એક પણ નયથી તે ભોક્તા નથી.
શા કારણે? કારણ કે તેને *ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદ્ભાવ નથી. તેથી ચેતનપણાને
*જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોક્તૃત્વ કહેલ છે, તે સિવાયની અનુભૂતિને નહિ.