Panchastikay Sangrah (Gujarati). Gatha: 70.

< Previous Page   Next Page >


Page 110 of 256
PDF/HTML Page 150 of 296

 

background image
૧૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परिभ्रमतीति ।।६९।।
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो
णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो ।।७०।।
उपशान्तक्षीणमोहो मार्गं जिनभाषितेन समुपगतः
ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः ।।७०।।
कर्मवियुक्त त्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत
अयमेवात्मा यदि जिनाज्ञया मार्गमुपगम्योपशान्तक्षीणमोहत्वात्प्रहीणविपरीता-
भिनिवेशः समुद्भिन्नसम्यग्ज्ञानज्योतिः कर्तृत्वभोक्तृ त्वाधिकारं परिसमाप्य सम्यक् -
प्रकटितप्रभुत्वशक्ति र्ज्ञानस्यैवानुमार्गेण चरति, तदा विशुद्धात्मतत्त्वोपलम्भरूपमपवर्गनगरं
સંસારમાં પરિભ્રમણ કરે છે.
(આ પ્રમાણે જીવના કર્મસહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન
કરવામાં આવ્યું.) ૬૯.
જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને,
જ્ઞાનાનુમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦.
અન્વયાર્થ[ जिनभाषितेन मार्गं समुपगतः ] જે (પુરુષ) જિનવચનથી માર્ગને
પામીને [ उपशान्तक्षीणमोहः ] ઉપશાંતક્ષીણમોહ થયો થકો (અર્થાત્ દર્શનમોહનો જેને ઉપશમ,
ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) [ ज्ञानानुमार्गचारी ] જ્ઞાનાનુમાર્ગે ચરે છે
(જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), [ धीरः ] તે ધીર પુરુષ [ निर्वाणपुरं व्रजति ]
નિર્વાણપુરને પામે છે.
ટીકાઆ, કર્મવિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
જ્યારે આ જ આત્મા જિનાજ્ઞા વડે માર્ગને પામીને, ઉપશાંતક્ષીણમોહપણાને લીધે
(દર્શનમોહના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમને લીધે) જેને વિપરીત અભિનિવેશ નષ્ટ
થયો હોવાથી સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો થયો થકો, કર્તૃત્વ અને ભોક્તૃત્વના
અધિકારને સમાપ્ત કરીને સમ્યક્પણે પ્રગટ પ્રભુત્વશક્તિવાળો થયો થકો જ્ઞાનને જ
અનુસરનારા માર્ગે ચરે છે (
પ્રવર્તે છે, પરિણમે છે, આચરણ કરે છે), ત્યારે તે વિશુદ્ધ