बद्धजीवस्य षडगतयः कर्मनिमित्ताः । मुक्त स्याप्यूर्ध्वगतिरेका स्वाभाविकी- त्यत्रोक्त म् ।।७३।।
અન્વયાર્થઃ — [ प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धैः ] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી [ सर्वतः मुक्तः ] સર્વતઃ મુક્ત જીવ [ ऊर्ध्वं गच्छति ] ઊર્ધ્વગમન કરે છે; [ शेषाः ] બાકીના જીવો (ભવાંતરમાં જતાં) [ विदिग्वर्जां गतिं यान्ति ] વિદિશાઓ છોડીને ગમન કરે છે.
ટીકાઃ — બદ્ધ જીવને કર્મનિમિત્તક ષડ્વિધ ગમન (અર્થાત્ કર્મ જેમાં નિમિત્તભૂત છે એવું છ દિશાઓમાં ગમન) હોય છે; મુક્ત જીવને પણ સ્વાભાવિક એવું એક ઊર્ધ્વગમન હોય છે. — આમ અહીં કહ્યું છે.
ભાવાર્થઃ — સમસ્ત રાગાદિવિભાવ રહિત એવું જે શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ધ્યાન તેના બળ વડે ચતુર્વિધ બંધથી સર્વથા મુક્ત થયેલો જીવ પણ, સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત વર્તતો થકો, એકસમયવર્તી અવિગ્રહગતિ વડે (લોકાગ્રપર્યંત) સ્વાભાવિક ઊર્ધ્વગમન કરે છે. બાકીના સંસારી જીવો મરણાંતે વિદિશાઓ છોડીને પૂર્વોક્ત ષટ્- અપક્રમસ્વરૂપ (કર્મનિમિત્તક) અનુશ્રેણીગમન કરે છે. ૭૩.