Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 115 of 256
PDF/HTML Page 155 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૧૫
अनन्तानन्तपरमाण्वारब्धोऽप्येकः स्कन्धो नाम पर्यायः तदर्धं स्कन्धदेशो नाम
पर्यायः तदर्धार्धं स्कन्धप्रदेशो नाम पर्यायः एवं भेदवशात् द्वयणुकस्कन्धादनन्ताः
स्कन्धप्रदेशपर्यायाः निर्विभागैकप्रदेशः स्कन्धस्यान्त्यो भेदः परमाणुरेकः पुनरपि द्वयोः
परमाण्वोः सङ्घातादेको द्वयणुकस्कन्धपर्यायः एवं सङ्घातवशादनन्ताः स्कन्धपर्यायाः एवं
भेदसङ्घाताभ्यामप्यनन्ता भवन्तीति ।।७५।।
અનંતાનંત પરમાણુનો બનેલો હોવા છતાં જે એક હોય તે સ્કંધ નામનો પર્યાય
છે; તેનું અર્ધ તે સ્કંધદેશ નામનો પર્યાય છે; તે અર્ધનું જે અર્ધ તે સ્કંધપ્રદેશ નામનો
પર્યાય છે. એ પ્રમાણે ભેદને લીધે (છૂટા પડવાને લીધે) દ્વિ-અણુક સ્કંધપર્યંત અનંત
સ્કંધપ્રદેશરૂપ પર્યાયો હોય છે. નિર્વિભાગ-એક-પ્રદેશવાળો, સ્કંધનો છેલ્લો ભાગ તે એક
પરમાણુ છે. (આ રીતે
*ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું વર્ણન થયું.)
વળી, બે પરમાણુઓના સંઘાતથી (ભેગા થવાથી) એક દ્વિઅણુક-સ્કંધરૂપ પર્યાય
થાય છે. એ રીતે સંઘાતને લીધે (દ્વિઅણુક-સ્કંધની માફક ત્રિઅણુક-સ્કંધ, ચતુરણુક-સ્કંધ
ઇત્યાદિ) અનંત સ્કંધરૂપ પર્યાયો થાય છે. (આ રીતે સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું
વર્ણન થયું.)
એ પ્રમાણે ભેદ-સંઘાત બંનેથી પણ (એકીસાથે ભેદ અને સંઘાત બંને થવાથી
પણ) અનંત (સ્કંધરૂપ પર્યાયો) થાય છે. (આ રીતે ભેદ-સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું
વર્ણન થયું.) ૭૫.
*ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું (પુદ્ગલભેદોનું) ટીકાકાર શ્રી જયસેનાચાર્યદેવે જે વર્ણન કર્યું છે તેનો
સાર નીચે પ્રમાણે છેઃઅનંતપરમાણુપિંડાત્મક ઘટપટાદિરૂપ જે વિવક્ષિત આખી વસ્તુ તેને ‘સ્કંધ
સંજ્ઞા છે. ભેદ વડે તેના જે પુદ્ગલવિકલ્પો થાય છે તે નીચેના દ્રષ્ટાંત પ્રમાણે સમજવા. ધારો
કે ૧૬ પરમાણુનો બનેલો એક પુદ્ગલપિંડ છે અને તે તૂટીને તેના કકડા થાય છે. ત્યાં ૧૬
પરમાણુના આખા પુદ્ગલપિંડને ‘
સ્કંધ’ ગણીએ તો ૮ પરમાણુવાળો તેનો અર્ધભાગરૂપ કકડો તે
દેશ’ છે, ૪ પરમાણુવાળો તેનો ચતુર્થભાગરૂપ કકડો તે ‘પ્રદેશ’ છે અને અવિભાગી નાનામાં
નાનો કકડો તે ‘પરમાણુ’ છે. વળી, જેમ ૧૬ પરમાણુવાળા આખા પિંડને ‘સ્કંધ’ સંજ્ઞા છે, તેમ
૧૫થી માંડીને ૯ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ ‘સ્કંધ’ સંજ્ઞા છે; જેમ ૮ પરમાણુવાળા
તેના અર્ધભાગરૂપ કકડાને ‘દેશ’ સંજ્ઞા છે, તેમ ૭થી માંડીને ૫ પરમાણુ સુધીના તેના કોઈ પણ
કકડાને પણ ‘દેશ’ સંજ્ઞા છે; જેમ ૪ પરમાણુવાળા તેના ચતુર્થભાગરૂપ કકડાને ‘પ્રદેશ’ સંજ્ઞા
છે, તેમ ૩થી માંડીને ૨ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ ‘પ્રદેશ’ સંજ્ઞા છે.
આ દ્રષ્ટાંત પ્રમાણે, ભેદ વડે થતા પુદ્ગલવિકલ્પો સમજવા.